World

શહબાઝ શરીફની ભારે ફજેતીઃ ન્યૂયોર્કમાં ‘ચોર’ના નારા લાગ્યા

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)માં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચેલા પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ અને ફજેતીનો સામનો કરવો પડ્યો છે. ન્યૂયોર્કના પેન સ્ટેશન બહાર પીટીઆઈ સમર્થકોએ તેમની સરકાર સામે ‘ચોર’ અને ‘ચેરી પોલિશ’ લખેલા પોસ્ટરો લગાવ્યા હતા. વિરોધીઓએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં આર્થિક કટોકટી હોવા છતાં મરિયમ નવાઝ માટે 12 અબજ પાકિસ્તાની રૂપિયાનું આલીશાન વિમાન વાપરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતી વખતે શહબાઝ શરીફે આતંકવાદ મુદ્દે અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘જો પાકિસ્તાને ત્રાસવાદીઓને નિયંત્રિત ન કર્યા હોત, તો તેઓ ન્યૂયોર્ક કે લંડનની સડકો પર ફરી રહ્યા હોત.’ તેમના આ નિવેદનની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ટીકા થઈ રહી છે અને લોકો તેને સ્વીકારોક્તિ ગણાવી રહ્યા છે કે પાકિસ્તાન આતંકવાદીઓનું આશ્રયસ્થાન છે.આ સાથે જ, અમેરિકાએ તેમને રાજદ્વારી સ્તરે એકલા-અટુલા પાડી દીધા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

Most Popular

To Top