Vadodara

વડોદરા : વેપારીને છરી બતાવી બે શખ્સો દ્વારા ગલ્લામાંથી રોકડ રકમની લૂંટ

એક એક્ટિવા ચાલુ કરી ઉભો રહ્યો, અન્યે ગલ્લામાંથી વકરાના રોકડા કાઢી લીધા  

વિસ્તારમાં ધંધો નહી કરવાની દેવાની ધમકી આપતા વેપારીએ ફરિયાદ નોંધાવી

પ્રતિનિધિ વડોદરા તા.22

ખોડિયારનગર વિસ્તારમાં ફરસાણની દુકાન પર એક્ટિવા પર બે લઘુમિત કોમના શખ્સો ધસી આવ્યા હતા અને વેપારીઓ બે ભાઇને છરી બતાવી તારા ગલ્લામાં જે રૂપિયા હોય તે બુમાબુમ કર્યા વિના આપી દે તેમ કહી ગલ્લામાંથી રોકડ રકમની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ઉપરાંત ધંધો નહી કરવા દેવાની ધમકી આપતા વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના ન્યુ વીઆઇપીર રોડ ખોડિયારનગર વિસ્તારમાં આવેલા અંબિકાનગર સોસાયટીમાં રહેતા ડુંગારામ વાલારામ પ્રજાપતિ ડીમાર્ટ પાસે ગજાનંદ નમકીન ફરસાણ નામની દુકાન ધરાવે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી કે 22 એપ્રિલના રોજ સવારે તો રાબેતા મુજબ ખોલી મે તથા મારો ભાઇ બેઠા હતા. તે દરમિયાન બે શખ્સો એક્ટિવા પર આવ્યા હતા. જેમાંથી એક શખ્સ દુકાન પર આવ્યો હતો અને છરી બતાવી કહ્યું હતું કે તારા ગલ્લામાં જે રૂપિયા હોય તુ મને બુમાબુમ કર્યા વિના આપી દે. ત્યારબાદ બીજા શખ્સે જાફરીયા તુ જલ્દીસે ગલ્લે મેસે રૂપિયા નિકાલ કોઇ આ જાયેગા ત્યારે છરી ધારકે મોહસીનીયા તુ શાંતિ રખ અપના કોઇ કુછ બિગાડ નહી લેગા ઔર જો ભી બીચે મે આયેગા મે ઉસકો દેખ લુગાં તેમ વાતો કરતા હતા. ત્યારબાદ તેઓ ગલ્લામાંથી 1540 રૂપિયા કાઢીન લઇને ફરાર થઇ ગયા હતા. બંને જણાએ જતા જતા પણ મારા નાના ભાઇને ગાળો આપી તારે ધંધો કરવો હશે તો શાંતિથી બુમાબુમ કર્યા વગર રહેજે નહીતર તને આ એરિયામાં ધંધો નહી કરવા દઉ. જેથી અમે બંન ભાઇઓ ગભરાઇ ગયા હતા. બે બુમાબુમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા ત્યારે એકનું નામ જાફર આરીફ ઘાંચી (રહે. શના કોમ્પલેક્ષ, સરદાર એસ્ટેટ પાસે) તથા બીજો મોહસીન સફી શેખ (રહેત એકતાનગર) હોવાનું માલુમ પડ્યું હતું. બાપોદ પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને બંને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top