Madhya Gujarat

લગ્નના થોડા દિવસો પહેલાં જ સિલિન્ડર બ્લાસ્ટ યુવાનનો જીવ લઈ ગયો

કાલોલ દુર્ઘટનામાં સારવાર દરમિયાન 22 વર્ષીય યુવાનનું વડોદરામાં મોત

કાલોલ: કાલોલના રામનાથ ખાતે થોડા દિવસ પહેલાની આગ હોનારત અને રાંધણગેસ સિલીન્ડર ફાટવાની દુર્ઘટનામાં દાઝેલા વધુ એકનું વડોદરામાં સારવાર દરમિયાન મોત થયું છે. ચોથી એપ્રિલે આ યુવાનના લગ્ન નક્કી થયા હતાં.
જીવલેણ સાબિત થયેલી આ ગોઝારી ઘટનામાં વધુ એક મોતના સમાચારો સામે આવ્યા છે. આ સાથે દુર્ઘટનામાં મૃત્યુનો આંક 2 પર પહોચ્યો છે.
આગ હોનારતની ઘટનામાં રવિવારે વહેલી સવારે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન વિષ્ણુભાઈ અરવિંદભાઈ ઓડ ઉ. વ. 22 નું મોત નિપજ્યું છે. યુવક આગામી 4 એપ્રિલના રોજ પ્રભુતામાં પગલાં પાડી લગ્ન જીવનનો પ્રારંભ કરવાનો હતો તે પૂર્વે જ કાળ ભરખી જતાં તેના પરિજનોમાં માતમનો માહોલ સર્જાયો છે.ઘટનાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top