Charotar

બાકરોલમાં પશુઓ હટાવવાનું કહેતા ખેડૂત દંપતી પર હુમલો

ખેતરમાં ઘુસી ગયેલા પશુ બહાર કાઢવાનું કહેતા લાકડીથી મારમાર્યો

આણંદના બાકરોલ ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં પશુપાલકે પશુ છુટા મુકી દીધાં હતાં. જેના કારણે પાકને નુકશાન થતાં ઠપકો આપી પશુ બહાર કાઢવા કહ્યું હતું. આથી, ઉશ્કેરાયેલા 3 જેટલા શખ્સે ખેડૂત પર હુમલો કર્યો હતો.
બાકરોલના ચારી વિસ્તારમાં રહેતા શંકરભાઈ ધનાભાઈ 22મી માર્ચના રોજ સવારના દસેક વાગે તેમના ખેતરમાં હતાં. તેમના ખેતરમાં હાલમાં જ જાર અને ઘઉં કાઢ્યાં હતાં. આ દરમિયાન સોમા ભીખા ભરવાડ નામના શખ્સે તેના પશુ ખેતરમાં ચરાવા માટે લાવ્યો હતો અને આ પસુઓ પાકને નુકશાન કરવા લાગ્યાં હતાં. આથી, શંકરભાઈના પત્ની ચંદ્રિકાબહેને સોમા ભરવાડને ખેતરમાંથી પશુ બહાર કાઢવા જણાવ્યું હતું. આથી, સોમા ભરવાડ ઉશ્કેરાઇ ગયો હતો અને મોટે મોટેથી બોલવા લાગ્યો હતો. આ ઉપરાંત ફોન કરી જયેશ ભીખા ભરવાડ, જીવણ ભરવાડને બોલાવી લીધાં હતાં. આ ત્રણેય શખ્સે શંકરભાઈના ભત્રીજા પર લાકડીથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત ચંદ્રિકાબહેનને પણ લાફો મારી દીધો હતો. આથી, શંકરભાઈ તુરંત ઘટના સ્થળે દોડી આવતા તેમના પર ધારીયાથી હુમલો કરતાં ઇજા પહોંચી હતી. આ હુમલાની બુમાબુમથી આસપાસના લોકો દોડી આવતાં ત્રણેય શખ્સ ભાગી ગયાં હતા. જ્યારે ઘવાયેલા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સોમા ભીખા ભરવાડ, જયેશ ભીખા ભરવાડ અને સોમા ભીખા ભરવાડનો ભત્રીજો જીવણ સામે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top