વરસાદે વિરામ લીધો છે તો હવે લાગી જાવ સુરતને બેઠું કરવા. ગમે તેટલી ગણતરી કરો, નુકસાનના આંક ખરા મળવા મુશ્કેલ છે. એક અંદાજ પ્રમાણે 10 લાખથી વધુ સાડીઓ 3000 મોટર (કાર) ડૂબ્યાં. કરિયાણું- કટલરીની દુકાન- ઘરવખરી તથા લગભગ 50થી વધુનાં મૃત્યુ અને 1000થી વધુ કરોડોનું નુકસાન આ બધો ખેલ 2થી 5 દિવસમાં થયો. મીઠીખાડી- સીમાડા- અલથાણ- ભટાર- વેસુ ભીમરાડ, પરવટ- પાટિયા- લિંબાયત ભેદવાડ ખાડીમાં પાણી આવ્યાં હતાં. બધો પ્રોજેક્ટ કેટલાંક વર્ષો પહેલાં ખાડી પહોળી કરવાનો તથા તેનાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો પ્રોજેક્ટ ફક્ત કાગળ પર રહ્યો. તેના માટે કોઈ એકશન લીધાં નથી ત્યારે સાવધાન રહે તો આ પૂર આવતે નહિ. હવે સુરતને બેઠું કરવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતી સરકાર, S.M.C. તથા સંસદ સભ્યો, ધારાસભ્યો પોતાને અપાતી ગ્રાન્ટમાંથી પાછું સુરતને બેઠું કરવા પ્રયત્નો કરવા જોઈએ.
સુરત – મહેશ આઈ. ડોક્ટર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.