Charchapatra

નમસ્તે સુરત


જે શહેરમાં તાપી નદી વહે છે એ સુરત શહેર એક ઐતિહાસિક શહેર છે. કહેવાય છે કે સમગ્ર એશિયામાં સૌથી વધુ ઝડપથી સુરત શહેરનો વિકાસ થઇ રહયો છે. આજે તો સુરત ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે. સુરતનું જમણ અને કાશીનું મરણ ખુબ જ પ્રસિધ્ધ પામેલ સત્ય હકીકત છે. છેલ્લા પચ્ચીસ ત્રીસ વર્ષમાં સુરતનો ખૂબ જ વિકાસ થયો છે. છેલ્લા પચ્ચીસ-ત્રીસ વર્ષ દરમ્યાન સુરતે ઘણી જ આપવીતી જોય છે. પછી તે માનવસર્જીત હોય કે કુદરતી પણ સુરત ખૂબ જ મજબૂતાઇથી ફરી પાછી ઉભરીને બેઠું થયું છે. સુરતનો વિસ્તારની દ્રષ્ટિએ પણ ઘણું જ મોટું થયું છે. આજે સુરતની વિશ્વ કક્ષાએ નોંધ લેવાય છે. એક સમયનું ગંદુગોબરૂ સુરત હવે રહયું નથી. પરંતુ આજે સુરત સ્વચ્છ સુરત, સુંદર સુરત સમૃધ્ધ સુરતની પ્રતિતી થાય છે. સુરતમાં કવિ નર્મદ જેવા મહાન વ્યકિતએ પણ જન્મ લીધો છે. તેમજ ગણી દહીંવાલા, ભગવતીકુમાર શર્મા જેવા કવિ લેખક પણ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકયા છે.

સુરતની વિકાશ હરણફાળ જોયને દેશના અનેક રાજયોમાંથી સુરતમાં અવિરતપણે માનવ મહેરામણ ઉમટે છે અને સુરતને જ પોતાનું વતન બનાવી દે છે. જેથી સુરત વસ્તીની દ્રષ્ટિએ પણ ઘણું જ મોટું થયું છે. સુરત મેગા સીટી, મેટ્રોસીટી બનવા તરફ આગળ વધી રહયું છે. સુરત મહાનગરપાલિકા દેશની સૌથી વધુ સમૃધ્ધ મ્યુનિસિપાલટી છે. સુરત મહાનગરપાલિકાએ આ કોરાના કાળમહામારી બાદ પ્રજાને સમગ્ર સુરતનાં દર્શન થાય તે માટે રાહત દરે સુરત દર્શન બસની વ્યવસ્થા કરવી જોઇએ. તેમજ મ્યુનિ.એ રેલ્વે સ્ટેશનની સામે જ એક અદ્યતન બ્લડ બેંકની સ્થાપના કરવી જોઇએ. જેથી પ્રવાસીઓ પણ બ્લડ ડોનેટ કરી શકે. સીવીલ બ્લડ બેંકને અપડેટ કરવાની જરૂર છે. સુરતની શાન અને પ્રગતિ કાયમ બની રહે તે માટે દરેક નાગરિકે પોતપોતાની રીતે બની શકે તેવા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઇએ તેમજખોટી જીદ કે અહંકાર છોડીને સમર્પણભાવ ધારણ કરવો જોઇએ.
નવસારી – હિતેશ એસ. દેસાઇ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top