Madhya Gujarat

દીપડાનું બચ્ચુ ઘરમાં ઘૂસ્યું એમ સમજી લોકો ગભરાયા, નીકળ્યું જંગલી બિલાડીનું બચ્ચું

દેવગઢ બારીયાનાં મોટીજરી ગામમાં ફોરેસ્ટની ટીમે રેસ્ક્યું કર્યું

દેવગઢ બારિયા: દેવગઢ બારીયાના મોટીજરી ગામે પંકજભાઈ પ્રતાપભાઈ પટેલના ઘરમાં સોમવારે સવારના ૮.૦૦ વાગેના સમયમાં એક જંગલી બિલાડો બારી ન લગાવેલી હોય ઘરમાં ઘાસ ભરેલા રૂમ માં આવીને બેસી ગયું હતું. જ્યારે ઘરના મહિલા ઘાસ લેવા જતા બિલાડાને જોઈ જતા વાઘ કે દીપડાનું બચ્ચું સમજીને બૂમાબૂમ કરતા ઘરના લોકો ગભરાઈ ગયા હતા અને આજુબાજુના લોકોને બોલાવી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ તાત્કાલિક ફોરેસ્ટ વિભા ના કર્મચારીએ આવી બિલાડાને પકડવા માટે એક કલાકની જહેમત બાદ રેસ્ક્યુ સફળ બનાવી પકડીને લઈ ગયા હતા. આ જંગલી બિલાડાને દીપડાનું કે વાઘનું બચ્ચું સમજી લોકો ખૂબ મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડ્યા હતા

Most Popular

To Top