Vadodara

છાણી વિસ્તારમાં આધેડ મહિલા પર સામૂહિક દુષ્કર્મ

મહિલાને કામ અપાવવાનુ કહીને ત્રણ શખ્સો રિક્ષામાં બેસાડી લઇ ગયા બાદ બળાત્કાર ગુજાર્યો
સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ સહિતના વિવિધ ટીમોએ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યાં
પ્રતિનિધિ વડોદરા તા.17
વડોદરાના સમામાંથી મહિલાને કામ અપાવવાનું કહીને ત્રણ શખ્સો રિક્ષામાં બેસાડી છાણી વિતારમાં આવેલી એક સુમસામ જગ્યા પર લઇ ગયા હતા અને ત્યાં તેમના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.ઘટનાના પગલે સમગ્ર વડોદરા શહેરનામાં ચકચાર મચી ગઇ છે. બળાત્કાર ગુજાર્યા બાદ તેઓ મહિલાને સ્થળ પર તરછોડીને ભાગી ગયા હતા. કંટ્રોલમાંથી વર્ધી મળતા જ સમા પોલીસ સહિત ડીસીબી, પીસીબી, એલસીબી સહિતની વિવિધ ટીમો શોધખોળ કરી ત્રણ બળાત્કારીઓને ગણતરીના કલાકોમાં રાઉન્ડ કરી લીધા હતા.
શહેરના સમા વિસ્તારમાં રહેતી આધેડ મહિલા પોતાના પરિવાર સાથે રહે છે અને છુટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન શુક્રવારે રાત્રીના સમયે રિક્ષામાં સવાર ત્રણ શખ્સો આધેડ મહિલા પાસે આવ્યા હતા અને તેમને કામ અપાવવાનું કહીને સમાથી છાણી વિસ્તારમાં આવેલી સૂમસામ જગ્યા પર લઇ ગયા હતા. જેથી મહિલાને પોતાના સાથે કોઇ અજગતુ થવાની આશંકા જણાતા તેણી મને કેમ અહિયા લાવ્યા છો તેમ કહી છટકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્રણ જણાએ જબરદસ્તી મહિલાના પકડી રાખી હતી અને વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. જેની જાણ મહિલાએ પોતાની પુત્રની કરતા તુરંત સ્થળ પર દોડી આવી હતી અને કંટ્રોલમાં પોતાની માતા સાથે બનેલી ઘટના અંગે જાણ કરી હતી. જેથી સમા પોલીસ સહિત ડીસીબી, પીસીબી એસઓજી એલસીબી સહિત વિવિધ ટીમો બનાવીને દુષ્કર્મ ગુજારનાર ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી દરમિયાન મોડી રાત્રીના સમયે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં મહિલાએ સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top