Vadodara

કોરોનામાં નોકરી છૂટી જતાં ગૃહઉદ્યોગ શરૂ કર્યો

વડોદરા: હાલ કોરોનાની મહામારી પછી જયારે બજેટ બહાર આવ્યું છે ત્યારે આપણે જોઈ શકીએ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહયો છે અને તેના આધારે સામાન્ય માણસની ઉપયોગી વસ્તુઓ માં પણ વધારો જોવા મળે છે ત્યારે આ બધાની અસર ગૃહીણીઓ પર પણ જોવા મળી રહી છે. ગૃહીણીઓ ઓછા  બજેટમાં પણ કઈ રીતે પોતાના ઘરના બજેટને સાચવીને રાખ્યું છે. એમાંય કોરોના કાળમાં જયારે નોકરી અને રોજગારી પર પણ ઘણી અસર થઈ છે એમા શહેરી મહીલાઓએ બજેટ જોતા ઘણી મુશ્કેલીઓ પડતી હોવાનું ગૃહિણીઓ દ્વારા સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું હતું.

હીનાબેન રાવલ
સ્નેહ ફાઉન્ડેશન

ગૃહ ઉદ્યોગ શરૂ કરીને ઘર ચલાવવામાં આવે છે

બજેટની વાત કરીએ તો કોરોના સમયમાં ઘણી તકલીફ પડી છે અને ઘણા બધાની રોજગારી પણ ગઈ છે એવા સમયે ગૃહિણીઓએ પણ ઘરના બજેટમાં ઘણા ફેરફારો કર્યા હતા. પરંતુ સામે તેમણે ગૃહ ઉદ્યોગ શરૂ કરીને પોતાનું ગુજરાન પણ ચલાવ્યું છે એક બાજુથી રસ્તો બંધ થયો હતો. મેં પોતે ગૃહઉદ્યોગ શરૂ કરીને આવક વધારી છે.

પૂજા શાહ
લાયન્સ કલબ

કિટી ચલાવતી હોવાથી મને ખર્ચમાં રાહત થઈ છે

કોરોનામાં ઘણા ફેરફાર જોવા મળી રહયા છે. કોઈની દુકાન બંધ થઈ ગઈ છે કે કોઈની નોકરી અટકી ગઈ છે એમાં  બજેટમાં ઉતાર ચઢાવ જોવા મળતા ગૃહીણીઓ િચંતામાં આવી ગઈ છે. કોરોનાના સમયમાં દુકાનનું ભાડુ ન ભરાતા દુકાન બંધ કરવાનો વારો આવ્યો છે. હું કીટી ચલાવું છું તે દ્વારા મને કેટલીક રાહત મળી છે અને બીજાને પણ ફાયદો થયો છે.

નેહાબેન ઠક્કર

ખર્ચામાં કાપ મૂકીને બજેટને સરભર કરવાનો પ્રયાસ કર્યો

કોરોના સમયમાં તો ઘણી બધી તકલીફોનો સામનો કરીને રહેતા હતા ત્યારે આ બજેટમાં ભાવમાં વધારો જોતાં ડીપ્રેશનમાં આવી જવાય છે. મારા ઘર પાસે મેં કોરોનામાં ઘણા લોકોના ધંધા ઠપ્પ થતા જોયા છે મારા પતિ અને દીકરાઓ બા-દાદા અને સામેથી કહે છેકે અઅમે આ વસ્તુમાં ચલાવી લઈશું અને જે જરૂરી વસ્તુઓ છે એ જ ઘરમાં લાવવી.

મમતાબેન શાહ

ઘરે જે કંઈ ધંધો કરીને પૈસા મળે તેમાં જ ગુજરાન

હું પોતે કપડાની દુકાન ચલાવું છું સાથે સમાજ સેવા પણ કરું છું. કોરોનામાં સમયમાં મારો ધંધો થયો જ નથી. ઘરે જે કંઈ ધંધો કરીને પૈસા મળે તેનાથી જ ગુજરાન ચલાવવાનું રહે છે. સાથે હું જે લોકોની સેવા કરું છું. એ લોકોની હાલત તો ઘણી ખરાબ જોવા મળી હતી.  ત્યારે હંુ સમાજ સેવામાં પણ બજેટ કે કોરોનાને વચ્ચે લાવ્યા વગર લોકોની સેવા કરતી હતી અને કરતી રહીશ.

કમલબેન
ઠાકર

બજેટ પછી વધતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે

હું પોતે સહીયર સ્ત્રી સંગઠન ચલાવું છું મારા ત્યાં ઘણી બધી ગૃહીણીઓ આવે છે. કોરોના સમયે તો મને તેઓ રોજ કહેતી હતી કે જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે. પરંતુ હાલ બજેટ પછી પણ એ જ મને સાંભળવા મળે છે કે કોરોનામાં તો ગમે તેમ જીવીને ચલાવી લેતા હતા. પરંતુ બજેટ પછી ઘણી બધી વસ્તુઓમાં ભાવ વધતા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top