Kapadvanj

સગીરાને ભગાડી જનાર શખ્સને ૨૦ વર્ષની કેદની સજા

કપડવંજ સેશન્સ અદાલતનો ૨૦૨૨માં બનેલા બનાવમાં ચુકાદો
કપડવંજ,: કપડવંજ સેશન્સ અદાલતે ૨૦૨૨માં બનેલા બનાવમાં ચુકાદો આપતા સગીરાને ભગાડી જનારને 20 વર્ષની કેદની સજા ફટકારી છે.

ગુનાની ટુંકમાં એવી હકીકત એવી છે કે, આ કામના આરોપી અશોક ઉર્ફે અજય ઈશ્વરભાઈ સોલંકી (ઉ.વ.૨૬, રહે.બાવાના મુવાડા, તાબે-બેટાવાડા,તા.કપડવંજ) તા.૨૬/૦૭/૨૨ના રોજ કલાક ૧૮/૦૦ વાગ્યાના સુમારે આ કામના ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનાર ઉ.વ.૧૬ વર્ષ ૪ માસ ૧૪ દિવસનીને લલચાવી, ફોસલાવી,લગ્ન કરવાની લાલચ આપી બાવાના મુવાડા ગામેથી ભગાડી ગયો હતો. આ પહેલા અવારનવાર ફરીયાદી તથા આરોપીના ઘરે દુષ્કર્મ કરી તેમજ ભગાડી ગયા બાદ ભોગ બનનારને ભુંગળીયા, તોરણા તથા વાંસકુવા બોરસદ જુદીજુદી જગ્યાએ ફેરવી આરોપીએ અવારનવાર દુષ્કર્મ કરી ગુનો કર્યો હતો.

જેથી આરોપી અશોક અજયભાઈ ઈશ્વરભાઈ સોલંકીને ઈ.પી.કો કલમ-૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એન) તથા પોકસો એકટ કલમ-૫(એલ),૬,૧૨ મુજબનો ગુનો કર્યો હતો. જે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ-૩૬૩,૩૬૬, ૩૭૬(૨)(એન) તથા પોકસો એકટ કલમ -૫(એલ), ૬, ૧૨ મુજબ દાખલ થઈ ચાર્જશીટ થયો હતો.

જેનો સ્પે. પોકસોથી સેશન્સ કોર્ટ,કપડવંજ ખાતે ચાલી જતા એ.પી.પી. મિનેષ. આર.પટેલે કોર્ટમાં ૩૦ થી વધુ દસ્તાવેજી પુરાવા તથા ૮ મૌખિક પુરાવા રજુ કર્યા હતા.આ કેસમાં ભોગ બનનારની જુબાની,મેડીકલ એવીડન્સ,સાહેદોની જુબાની તથા એ.પી.પી.મિનેષ.આર. પટેલની દલીલો ધ્યાને રાખી કપડવંજ સેશન્સ કોર્ટના સ્પે.જજ,(સ્પે.પોકસો) કે. એસ.પટેલે આરોપી અશોકને સજાના હુકમ કર્યો હતો.જેમાં ઈ.પી.કોડની કલમ-૩૬૩ મુજબના ગુન્હા સબબ આરોપીને ૪ વર્ષની સાદી કેદની સજા તથા રુપિયા ૨,૫૦૦નો દંડ કરવામાં આવ્યો છે. જો આરોપીઓ દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ-૨૦ ૧૨ની કલમ-૬ મુજબનાના ગુન્હા સબબ આરોપીને ૨૦ વર્ષની સશ્રમ કેદની સજા તથા રુપિયા ૫,૦૦૦નો દંડ કરવામા આવ્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ પાંચ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામા આવ્યો છે.આ ગુન્હા અંગે આરોપી દંડની રકમ ભરે તો તે રકમ ભોગ બનનારને વળતર તરીકે અપીલ સમય બાદ, અપીલ થયેલ ન હોય તો તેની ખરાઈ કરીને ભોગ બનનારને ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો છે.ગુજરાત વિકટીમ કોમ્પેસેશન સ્કીમ-ર૦૧૯મા કરવામાં આવેલી જોગવાઈઓ મુજબ ભોગબનનારને રૂા.૪,૦૦,૦૦૦ ચુકવવા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ખેડા (નડીઆદ)ને યાદી કરવી.આ રકમ પૈકી ૭૫ ટકા રકમ ભોગબનનારના નામે પાંચ વર્ષ માટે રાષ્ટ્રીયકૃત બેંકમાં (ભોગબનનાર ઈચ્છે તે રાષ્ટ્રીયકૃત બેંકમાં)જમા રાખવી અને તેનુ વ્યાજ ભોગબનનારને ચુકવવુ તથા બાકીની રકમ ભોગ બનનારને જરૂરી ઓળખ અંગેના આધાર પુરાવાની ખાતરી કરી એકાઉન્ટ પે ચેકથી ચુકવી આપવી.જો ભોગ બનનારને કોઈ વચગાળાની રકમ ચુકવવામાં આવેલી હોય અથવા અન્ય કોઈ અધિનિયમ અન્વયે કોઈ વળતરની રકમ ચુકવવામાં આવેલી હોય તો તેટલી રકમ બાદ કરીને રકમ ચુકવવી.ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૨૩૫(૧) અન્વયે ઈ.પી.કો. કલમ-૩૬૬ તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ- ૨૦૧૨ની કલમ-૧ર મુજબના શિક્ષાપાત્ર ગુન્હાઓમા નિર્દોષ ઠરાવી છોડી મુકવામા આવ્યા છે.

Most Popular

To Top