પરિવાર સાથે રાજસ્થાન ભાગી ગયો હતો, ઉદેપુરની ત્રણ હોટલમા 14 દિવસ રોકાયો હતો.
ઇલોરાપાર્કના ઘરે પરત આવતા છાણી પોલીસે આરોપી બિલ્ડરને દબોચી લીધો
પ્રતિનિધિ વડોદરા તા.9
છાણી વિસ્તારમાં કાકા સસરા પર હુમલો કરનાર કાન્હા ગ્રૂપના નશેડી બિલ્ડર ધવલ ઠક્કર હુમલો કરાવ્યાં બાદ 14 દિવસથી રાજસ્થાન પરિવાર સાથે ભાગી ગયો હતો.આટલા દિવસ સુધી તેઓ ઉદેપુરની ત્રણ અલગ અલગ હોટલમાં રોકાયો હતો. દરમિયાન ઘરે આવતા વેંત તેને ઝડપી પાડ્યો હતો.
વડોદરા શહેરના નામના પ્રાપ્ત કાન્હા ગ્રૂપના નશેબાજ બિલ્ડર દ્વારા છાણી ખાતે રહેતા તેમના કાકા સસરાની ગુંડા તત્વોનો સોપારીને આપીને તેમના પર હુમલો કરાવવામાં આવ્યો હતો. જેથી કાકા સસરાએ છાણી પોલીસ સ્ટેશનમાં 27 મેના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન પોલીસ વિવિધ ટીમો બનાવીને હુમલો કરનાર બિલ્ડર સહિત આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી. જેમાં અત્યાર સુધીમાં 12 જેટલા આરોપીઓની છાણી પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે બિલ્ડર છેલ્લા 13થી 14 દિવસથી નાસતો ફરતો હતો. દરમિયાન નશેડી બિલ્ડર રાજસ્થાન ખાતેની હોટલોમાં રૂમ ભાડે રાખીને લુપાતો છુપાતો રહેતો હતો. દરમિયાન તાજેતરમાં આરોપી બિલ્ડરે પોતાના આગોતરા જામીન અરજી મુકી હતી. ત્યારે સુનાવણી દરમિયાન બિલ્ડર હાજર થયો હતો. પરંતુ તેના આગોતરા જામીન અરજી પણ કોર્ટે રદ કરી નાખી હતી. જેથી પોલીસને અગાઉથી આરોપી બિલ્ડર પોતાના ઇલોરા પાર્ક ખાતે ઘરે આવવાનો છે. તેવી બાતમી મળી હતી. જેના આધારે ત્યાં ઘરે પાસે છાણી પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન ઘરે આવતા વેંત જ બિલ્ડર ધવલ ઠક્કરને ઝડપી પાડી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે બીજા દિવસથી આરોપી તેની પત્ની અને બાળકોને રાજસ્થાન ભાગી ગયો હતો. ઉદેપુર ખાતે આવેલી લોર્ડસ, પ્લેટિના અને પ્લબજુરો હોટલમાં 14 દિવસ રોકાયો હતો.
