National

માદા મગરે નર મગર વિના ઇંડા મૂક્યાનો પ્રથમ મામલો સામે આવ્યો

નવી દિલ્હી : કોસ્ટા રિકાના પ્રાણીસંગ્રહાલયમાં (Zoo) નર મગરના હસ્તક્ષેપ વિના પોતાને ગર્ભવતી (Pregnant) બનાવનાર મગરનો (Crocodile) પ્રથમ જાણીતો મામલો નોંધાયો છે, એમ વિજ્ઞાનીઓ કહ્યું હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે મગરમચ્છે એક ગર્ભ પેદા કર્યો હતો જે 99.9 ટકા આનુવંશિક રીતે તેના જેવો જ હતો. અમેરિકામાં વર્જિનિયા પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ અને સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકો સહિતની ટીમે નોંધ્યું કે આ શોધ મગરની પ્રજાતિમાં પ્રજનનની આ અત્યંત દુર્લભ પદ્ધતિનું ‘પ્રથમ દસ્તાવેજીકરણ’ છે.

  • મગરે એક ગર્ભ પેદા કર્યો હતો જે 99.9 ટકા આનુવંશિક રીતે તેના જેવો જ હતો
  • આ માદા મગરને 16 વર્ષ સુધી અલગ રાખવામાં આવી હતી

છેલ્લા બે દાયકાઓમાં, પ્રાણીશાસ્ત્રીઓએ ફેકલ્ટેટિવ ​​પાર્થેનોજેનેસિસની (એફપી) કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓની પ્રજનન વ્યૂહરચનાનું વધુને વધુ દસ્તાવેજીકરણ કર્યું હતું જેમાં માદા સમાગમ વિના ઇંડા મૂકે છે અથવા જન્મ આપે છે. પક્ષીઓ, ગરોળી અને સાપ જેવા સરિસૃપ તેમજ કેટલીક માછલીઓ સહિત વિવિધ જીવો આ વિચિત્ર રીતે પ્રજનન કરતા હોવાનું જોવામાં આવ્યું છે, એમ સંશોધકોએ જણાવ્યું હતું. જર્નલ ‘બાયોલોજી લેટર્સ’માં હાલમાં જ પ્રકાશિત કરાયેલો અભ્યાસ અમેરિકન મગર, ક્રોકોડાયલસ એક્યુટસમાં એફપીના પ્રથમ પુરાવાનું દસ્તાવેજીકરણ કરે છે.

તાજેતરનું સંશોધન 16 વર્ષ સુધી અલગ રાખવામાં આવેલી માદા મગરના 2018ના અવલોકન પર આધારિત છે, જેણે 14 ઇંડા મૂક્યા હતા, જેમાંથી એક સંપૂર્ણ રીતે રચાયેલ, પણ હજુ પણ જન્મ્યું નથી તે ગર્ભ ધરાવે છે. વૈજ્ઞાનિકોને ખાસ કરીને મગરની પ્રજાતિઓમાં દુર્લભ પ્રજનન વ્યૂહરચના આકર્ષિત કરે છે કારણ કે આ પ્રાણીમાં જાતિય રંગસૂત્રોનો અભાવ હોય છે અને તેમના લિંગ નિર્ધારણ તાપમાન દ્વારા નિયંત્રિત થાય છે જેનાથી ઇંડાનો વિકાસ થાય છે અને તેને સેવવામાં આવે છે.
ઈંડું મૂકનાર મગર જ્યારે બે વર્ષની હતી ત્યારે પ્રાપ્ત થઈ હતી અને તેને તેના સમગ્ર જીવન માટે ‘પાર્ક રેપ્ટિલાનિયા’માં અન્ય મગરોથી અલગ રાખવામાં આવી હતી.

Most Popular

To Top