મોદી પછી યોગી?!

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ પછી નિ:શંકપણે ખૂબ ઊંચા ઊઠયા છે. ભારતીય જનતા પક્ષમાં તેમનો મોભો વધશે. ઘણા વિચારે છે કે મોદી પછી યોગી લોકોમાં ખાસ્સા પ્રિય છે. ભારતીય જનતા પક્ષના અન્ય મુખ્ય પ્રધાનો સરકારની વચનપાલન દ્વારા કામગીરી બહેતર રીતે કેમ થઇ શકે તે શીખવાનો પ્રયત્ન કરે છે. કેટલાક એવું વિચારે પણ ખરા કે યોગીનો ઉદય અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા અન્ય નેતાઓને વામણા બનાવશે, પણ તે ખોટું તારણ છે, કારણ કે મોદી હજી યોગીને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદે ચાલુ રાખવા માંગે છે. તેથી યોગીએ સખત મહેનત કરવી પડશે જેથી ૨૦૨૪ સુધીમાં ભારતીય જનતા પક્ષ બાકીના ભારતને શાસનનું ઉત્તર પ્રદેશનું મોડેલ બતાવી શકે.

જોરદાર ચહેરા વગર લોકસભાની ચૂંટણીમાં મોદીના વિકલ્પ તરીકે કોઇને બતાવવાનું વિચારી નહીં શકાય. લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણી જીતવાની મોદીની છાપ તા. ૨૫ મી માર્ચે લખનૌમાં ભવ્ય સમારંભમાં યોગીની સરકારે શપથ લીધા તેમાં જણાઇ આવતી હતી. મોદીની ઇચ્છા મુજબ શપથવિધિને એ રીતે યોજવામાં આવી હતી કે એવો સંદેશો પાઠવી શકાય કે ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણીમાં ફાઇનલ રમાય તે પહેલાંની આ સેમિફાઇનલ છે. મોદી એન યોગી ૭૫ મિનિટની શપથવિધિમાં એક બીજાની આજુમાં બેસી લાંબી ચર્ચા કરતા દેખાયા હતા તેમાં બંને વચ્ચેની ‘કેમિસ્ટ્રી’ જણાઇ આવતી હતી. યોગીના પ્રધાનો જેમ જેમ શપથ લેતા હતા તેમાં મોદીની મંજૂરીનો સિકકો દેખાતો હતો. નવું પ્રધાનમંડળ રચવામાં પ્રદેશ અને જ્ઞાતિ તેમ જ નવા અને અનુભવી જૂના ચહેરાઓના સમાવેશનાં સમીકરણ દેખાઇ આવતાં હતાં.

મોદી જાણે છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો આ વિજય પોતાના પક્ષના કાર્યકરોની સખત મહેનતનું પરિણામ છે. તેથી તેમણે પક્ષની સરકારમાં શપથ વિધિમાં કાર્યકરોને ખાસ આમંત્રણ આપ્યું. મોદીનું ધ્યેય કાર્યકરોમાં ઉત્સાહનું સિંચન કરવાનું છે જેથી તેમને ૨૦૨૪ ની સંસદીય ચૂંટણીમાં વધુ સક્રિય કરી શકાય. મોદીની આ લાક્ષણિક શૈલી છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષમાં હવે પછી વિધાનસભાની ચૂંટણી પછી પ્રધાનોની પસંદગી પણ આ રીતે કદાચ થાય. પ્રધાનોની પસંદગી પાછળ ચૂંટણી જીતવાનું મોદી માટે એકમાત્ર ધ્યેય નથી એ જાણીતું છે. યાદી તૈયાર કરતી વખતે કોઇએ પક્ષ માટે કરેલી કામગીરી પણ મુખ્ય લાયકાત તરીકે ધ્યાનમાં લેવાય છે.

આનું સરસ ઉદાહરણ પક્ષ માટે કામ કરનાર અને પછી પ્રધાનપદે પસંદગી પામનાર દયા શંકરનું છે. તેમનાં પત્ની સ્વાતિ સિંહને ટિકીટ આપવાનો ઇન્કાર થયો હતો. તેઓ પ્રધાનપદે હતા. આ વખતે દયાશંકરની સમાજવાદી પક્ષના ટોચના નેતા નારદ રામ સામે બલિયામાં લડવા માટે પસંદગી થઇ હતી અને સમાજવાદી પક્ષના નેતાને હરાવવા બદલ દયાશંકરને ઇનામ અપાયું હતું. આથી જ ૩૨ નવોદિતોની પસંદગી થઇ તેના પર સૌની આંખ મંડાયેલી હતી. નવા નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠકની દિનેશ શર્માના સ્થાને પસંદગી થઇ હતી. બંને બ્રાહ્મણ સમાજના છે. ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષનો અન્ય પછાત વર્ગનો ચહેરો ગણાતા કેશવપ્રસાદ મૌર્ય ચૂંટણીમાં હારી ગયા છતાં તેમને નાયબ મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહ્યા.

પડતા મુકાયેલા ૨૬ પ્રધાનોમાં આશુતોષ ટંડન, શ્રીકાંત શર્મા, સિધ્ધાર્થનાથ સિંહ આ આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સતીશ મહાના અને ભારતીય જનતા પક્ષનો મુસ્લિમ ચહેરો ગણાતા મોહસીન રઝા અને અન્ય કેટલાક છે. પણ કામગીરી નહીં કરવા બદલ તેમને ખસેડવામાં આવ્યા છે એમ કહી શકાય તેમ નથી. યોગીના પ્રધાનમંડળમાં ૨૧ પ્રધાનો ઉપલા વર્ણમાંથી છે અને ૨૦ પ્રધાનો અન્ય પછાત જ્ઞાતિઓમાંથી છે. આઠ દલિતો છે અને તે દરેક અનુસૂચિત જનજાતિના છે અને બાકીના મુસ્લિમ અને શીખ છે. સાથી પક્ષો નિશાધ પક્ષ અને અપના દળને નવા પ્રધાન મંડળમાં સ્થાન અપાયું છે. વિદ્યાર્થી પરિષદના ભૂતપૂર્વ નેતા ડેનિશ આઝાદ અનસારીને મોહસીન રઝાના સ્થાને લેવાયાં છે.

તે આ સરકારમાં એક માત્ર મુસ્લિમ પ્રધાન છે. મોદીના વિશ્વાસપાત્ર ગુજરાતમાં ભૂતપૂર્વ સનદી અધિકારી ચંદ્ર શર્માને કેબિનેટ પ્રધાન અને ભૂતપૂર્વ સનદી પોલીસ અધિકારી અસીમ અરુન્હો ચૂંટાઇ આવતાં તેમને રાજય કક્ષાના પ્રધાન બનાવાયા છે. મોદી અને યોગી સામે હવે મોટો પડકાર એ છે કે ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણીમાં હવે આનાથી મોટો વિજય ઉત્તર પ્રદેશમાં કઇ રીતે મેળવવો? યોગી સામે મોટો પડકાર સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ છે. ઉત્તર પ્રદેશમાં તેનો મત હિસ્સો અને બેઠક સંખ્યા વધ્યા છે. ઉત્તર પ્રદેશમાં પૂરા સમયની ભૂમિકા ભજવવા તેમણે લોકસભામાંથી રાજીનામું આપ્યું છે.સમાજવાદી પક્ષનું વજન કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પક્ષના ભોગે વધ્યું છે. આ પક્ષ શહેરી વિસ્તારમાં અને ભારતીય જનતા પક્ષથી નારાજ અન્ય પછાત વર્ગો પર છવાઇ ગયો છે.યોગી આ પડકારને અવગણી શકે તેમ નથી. ભારતીય જનતા પક્ષે બહેતર કામગીરી કરવી જ પડશે. કારણ કે ૨૦૨૪ ની સંસદીય ચૂંટણી આવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top