Sports

WFI અધ્યક્ષના વિરોધમાં બજરંગ પુનિયાએ ‘પદ્મશ્રી એવોર્ડ’ પરત કર્યો, PM આવાસની બહાર ફૂટપાથ પર મૂક્યો એવોર્ડ

નવી દિલ્હી: સાક્ષી મલિકે (Sakshi Malik) નિવૃત્તિની જાહેરાત કર્યાના એક દિવસ બાદ ઓલિમ્પિક મેડલ (Olympic Medal) વિજેતા બજરંગ પુનિયાએ (Bajrang Punia) પીએમ મોદીને (PM Modi) પત્ર લખ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે તે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરશે. 2019 માં, બજરંગને પદ્મશ્રી એવોર્ડ મળ્યો, જે ચોથો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જાહેરાતના થોડા સમય બાદ બજરંગ પુનિયા પોતાનો એવોર્ડ પરત કરવા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં પોલીસે તેમને અંદર જવા દીધા ન હતા. બજરંગ અને પોલીસકર્મી વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલુ રહી.

બજરંગ પુનિયાને પીએમ આવાસમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. આ પછી તેણે પોતાનો પદ્મશ્રી એવોર્ડ ફૂટપાથ પર રાખી દીધો હતો. મેડલની સાથે કેટલાક દસ્તાવેજો પણ હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બજરંગ પુનિયાને પોલીસે ફરજના માર્ગે અટકાવ્યો હતો. ત્યાં તેણે કહ્યું- જે વ્યક્તિ તેને પીએમ મોદી પાસે લઈ જશે તેને હું પદ્મશ્રી એવોર્ડ આપીશ. તે પોલીસકર્મીઓને પીએમને ઓવોર્ડ મોકલવાનું વારંવાર કહી રહ્યો હતો.

સંજય સિંહે (Sanjay singh) રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી જીતી હતી, જે ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સહયોગી રહ્યા છે. સંજય સિંહના પ્રમુખ બન્યા બાદ બજરંગ પુનિયા (Bajrang Punia), સાક્ષી મલિક (Sakshi Malik) અને વિનેશ ફોગાટ (Vinesh Phogat) સહિત ઘણા રેસલર નારાજ છે. આ કુસ્તીબાજો લાંબા સમયથી બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહ્યા છે. આ તમામની માંગ હતી કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ પર મહિલા હોવી જોઈએ.

જો કે અગાઉ સંજય સિંહ પ્રમુખ બન્યા બાદ સાક્ષી મલિકે ગુરુવારે (21 ડિસેમ્બર) નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે બજરંગ પુનિયાએ પણ મોટું પગલું ભર્યું છે. બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે. બજરંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. પૂનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. પુનિયાએ આ પત્ર X પર પણ શેર કર્યો છે. બજરંગ પુનિયાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. આ માત્ર કહેવા માટે મારો પત્ર છે. આ મારું નિવેદન છે.

બજરંગ પુનિયાએ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બજરંગે 2019 માં કઝાકિસ્તાનના નૂર સુલ્તાનમાં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચીને પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. બજરંગે તે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં આ તેનો ત્રીજો મેડલ હતો. જો કે બજરંગને ટોક્યો ઓલિમ્પિક 2020માં સુવર્ણ ચંદ્રક જીતવાની અપેક્ષા હતી, પરંતુ તેને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. 65 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેચમાં બજરંગ પુનિયાએ કઝાકિસ્તાનના કુસ્તીબાજ દૌલત નિયાઝબેકોવને 8-0થી હરાવ્યો હતો.

Most Popular

To Top