Madhya Gujarat

શ્રમજીવી મહિલાના વિકાસ માટે હજુ કોઇ નક્કર પગલા લેવાયા નથી

છોટાઉદેપુર: ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થનાર છે. સમગ્ર રાષ્ટ્રમાં ૧ માર્ચ થી ૮ માર્ચ દરમ્યાન સ્વચ્છ શક્તિ સપ્તાહ ઉજવવાનું આયોજન કરવામાં આવે છે. જેના સમાપન સમારોહ ૮મી માર્ચ મહિલા શક્તિ કરણ ની ઉજવણી કરવામાં આવેછે ત્યારે આવા પ્રસંગે સ્વચ્છતા અભિયાનમાં સિંહફાળો આપનાર શ્રમજીવી મહિલા જે લોકોએ રસ્તા પર નાખેલ પ્લાસ્ટિક કચરો વિણી પોતાના પરિવાર માટે કમાણીનું સાધન બની પુરૂષ સમોવડી બનતી મહિલા સન્માનની હકદાર છે.

આંતરરાષ્ટ્રીય દિનની દર વર્ષ આવતી ૮મી માર્ચના રોજ સરકાર સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણીના સાક્ષી બન્યા બાદ ભાગ્યેજ મહિલાઓના વિકાસ માટે જુજ લોકો કે સંસ્થાઓ તેઓની પડખે નજરે પડે છે સરકાર ના કાયદા અને નિયમો હોવા છતાં મહિલા ઓ નું શોષણ થઈ રહ્યું છે.

એક માતા ૧૦૦ શિક્ષકોની ગરજ સારે છે. સ્ત્રી શક્તિ પર જ આંખો સમાજ નિર્ભર છે. કુંટુંબની જવાબદારી સ્ત્રી-પુરુષ બન્નેની હોવા છતાં નારીની વધુ રહે છે. આવી જ એક મધુબેન કાઠીયાવાડી શ્રમજીવી મહિલા છે, જે દરરોજ સવારે પતિની જેમ થ્રી વ્હીલ સાયકલ સાથે પોતાની દિકરીને લઈ સ્વચ્છ ભારતનો અમલ કરતી હોય તેમ રસ્તાઓ પરથી પ્લાસ્ટિકના કચરો વિણી થેલા ભરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ધોમ ધખતા તાપમાં કાળી મજૂરી કરી પોતાની વાહલ સોથી દિકરીના સ્વપ્ન પુરા કરવા પુરુષ સમોવડી બને છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top