Madhya Gujarat

ડાકોરમાં બસ વીજતારને અડતાં મહિલાનું મોત

નડિયાદ: કચ્છના અંજાર ખાતેથી ધાર્મિક પ્રવાસે યાત્રાધામ ડાકોર ખાતે આવેલ લકઝરી બસ રિવર્સ લેતા દૂર્ઘટના સર્જાઈ છે. ડાકોરમા મુખા તળાવ નજીક આવેલ પહિયારીજીના આશ્રમથી પાછા વળતાં સમયે લક્ઝરી ઉપરથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજ લાઈનને અડકી જતાં બસમાં બેઠેલા પ્રવાસીઓને કરંટ લાગ્યો હતો. જેમાંથી 3 પ્રવાસીઓને વધુ કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા આ પૈકી એકનું મોત નિપજ્યું છે. જ્યારે બે લોકોને સારવાર ચાલી રહી છે. આ સમગ્ર બનાવ મામલે ડાકોર પોલીસ દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર કચ્છ જિલ્લાના અંજાર ખાતેથી દક્ષિણ ભારત ખાતે ધાર્મિક પ્રવાસ જવા એક લકઝરી બસ નીકળી હતી. આજે મંગળવારે આ લકઝરી બસ પ્રવાસીઓ સાથે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરના ઠાકોરના દર્શને આવ્યા હતા. બપોર બાદ ડાકોરના મુખા તળાવ પાસે આવેલ પહિયારીજીના આશ્રમથી બસમા પ્રવાસીઓ પાછા વળતા હતા. આ સમયે  લકજારી બસ રિવર્સ લેતાં ઉપરથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજ લાઈનને અડકી જતાં બસમાં કરંટ ઉતર્યો હતો.

આ વીજ કરંટ બસમાં બેઠેલા 30થી વધુ પ્રવાસીઓને લાગ્યો હતો. પરંતુ આ લોકોને માત્ર ઝટકો લાગ્યો હતો જ્યારે બસમા બેઠેલા બે‌ મહિલા અને એક પુરૂષને કરંટની વધારે અસર થતા આ ત્રણેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એક મહિલાનુ તો મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટના બાદ ડાકોર પોલીસ બનાવ સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ લકઝરી બસમાં બેઠેલા જ્યોતિબેન ઉમર વર્ષ આશરે – 45નાઓને કરંટ લાગતા મૃત્યુ થયું છે.

જ્યારે ઘાયલમા બે વ્યક્તિ જેમાં એક મહિલા વાસુબેન અને ત્રિકમભાઈને સારવાર અર્થે નડીઆદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. આ ઈજાગ્રસ્ત ત્રિકમભાઈ રતનાલ રહેવાસી તા. કંડોના કચ્છ જિલ્લાના અને વાસુબેન ગામ મોરગઢ, તા.ભચાઉ જિલ્લો કચ્છના હોવાનું મલુમ પડ્યુ છે ‌ કચ્છથી દક્ષિણ ભારત યાત્રાએ તમામ પ્રવાસીઓ લક્ઝરી બસમાં નીકળ્યા હતા. ડાકોર દર્શન કર્યા બાદ પાછા વળતા સમયે આ ઘટના બની છે. જ્યારે મૃતક મહિલા રસોઈયા તરીકે જોડાઈ હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top