Entertainment

બરખાને લગ્ન ફળશે?

કંગના રણૌત અને કરન જોહરે લગ્નના વિષયને લોકપ્રિય બનાવ્યા પછી આ વિષય વેબ સિરીઝ માટે પણ ખાસ બની ગયો છે. આ ચોથી ઓગસ્ટ થી ‘ધ ગ્રેટ વેડિંગ્સ ઓફ મુન્સ’ નામની વેબ ફિલ્મ વૂટ સિલેક્ટ પર શરૂ થશે. લગ્ન નિમીત્તે અનેક પ્રકારના ડ્રામા ઊભા થતા હોય છે અને એજ આ સિરીઝમાં જોવા મળશે પણ તેનાથી કોમેડી સર્જાશે. વિશ્વેન્દ્રસીંઘ, આકાશ દાભાડે, અભિષેક બેનરજી, બરખાસીંઘ આ સિરીઝમાં છે.

બરખાસીંઘ સ્મોલ સ્ક્રિન પર ખૂબ જાણીતી છે. તમે તેને ‘એમ ટીવી ગર્લ્સ ઓન ટોપ’માં જીઆસેન, ‘બ્રેથ’ માં વૃષાલી, ‘કૈસી યે યારીયાં’ માં જેફ, હોમ સ્વીટ ઓફિસ’માં અધીરા અગ્રવાલ, ‘પ્લીઝ ફાઈન્ડ એટેરડ’માં સાન્યા અગ્રવાલ, મર્ડર મેરી જાન’માં સોનલ અરોરા, એન્જિનીયરીંગ ગર્લ્સમાં તેજસ્વિની આશિષ ચંચલાની વાઈન્સ’ માં રીતુ તરીકે જોઈ છે તો હવે ‘ધ ગ્રેડ વેડિંગ્સ ઓફ મુન્સ’માં જોશો. બાય ધ વે, તે ‘મઝામા’ નામની ફિલ્મમાં માધુરી દિક્ષીત, રજીત કપૂર, શીબા ચઢ્ઢા સાથે પણ આવી રહી છે.

બરખા સીંઘ હવે વેબ સિરીઝથી ભલે ઓળખાતી હશે પણ ‘મુજસે દોસ્તી કરોગે’ નામની ફિલ્મમાં પહેલીવાર તે કરીના કપૂર તરીકે એટલે કે યંગ કરીના તરીકે આવેલી પણ તે જાણીતી થઈ એમટી.વી.ના શો થી. તેમાંય ‘યે હે આશિકીમાં તે આવી પછી લોકોમાં એક ઓળખ બની ગઈ. એજ રીતે ‘ભાગ્યલક્ષ્મી’ તે સુરભી વરુણ શુક્લા તરીકેય જાણીતી થઈ હતી. હવે તો તેની પાસે ટી.વી. ઉપરાંત ફિલ્મો અને વેબસિરીઝ પણ હોય છે. આ વર્ષે જ તેની ‘36 ફાર્મ હાઉસ’ આવી હતી જેના નિર્માતા સુભાષ ઘઈ હતા અને વિજય રાઝે, સંજય મિશ્રા સાથે તે અંતરા રાજ સીંઘ તરીકે દેખાય હતી. ‘ધ ગ્રેટ વેડિંગ્સ ઓફ મુન્સ’ પણ હકીકતે ફિલ્મ જ છે પણ ઓટીટી પ્લેટફોર્મ માટેની છે.

પરંતુ તેની બે વેબ સિરીઝની બે સીઝન આવી ચુકી છે. એટલે ખુશ છે. ફિલ્મોમાં સિક્વલ જેવું જ મહત્વ અહીં સીઝનનું છે. બરખા તો કહે જ છે કે અભિનય મારો પ્રથમ પ્રેમ છે અને મારે બહુ સ્ટ્રગલ કરવી પડી નથી. જ્યારે શૂટિંગમાં વ્યસ્ત હોઉ ત્યારે થાક ઉતારવા હું રસોઈ કરું છું. મને તેમાં બહુ મઝા આવે છે. ‘મર્ડર મેરી જાન’ ગયા વર્ષે જ આવી હતી અને બરખા કહે છે કે તેમાં મારી ભૂમિકા ઘણી પડકારજનક હતી.

તેમાં તે એસેન્ટ્રિક પાત્ર ભજવતી હતી જે હિલેરીયસ સંજોગોમાં મુકાય જાય છે. બરખા સોનલ બની હતી જે નર્દોષ હોય છે. તે શાદઅલીની ‘કોલ માય એજન્ટ’ પણ કરી ચુકી છે. બરખા કહે છે કે થોડા વર્ષ પહેલાં માત્ર ટીવી અને ફિલ્મો જ હતી પણ હવે વેબસિરીઝ પણ છે અને તેથી કામની શકયતા બહુ વધી છે. વેબ સિરીઝનો પ્રેક્ષકવર્ગ પણ મોટો છે એટલે હવે તો તમારી તાકાત હોય એટલું કામ કરી શકો છો પણ હા, તમારે તાકાત દેખાડી આપવી પડે. ‘ધ ગ્રેટ વેડિંગ ઓફ મુન્સ’ ને તે વેરી સ્પેશીઅલ શો તરીકે ઓળખાવે છે અને તેમાં તે અભિષેક બેનરજી સાથે દેખાશે. મધ્યમ વર્ગનો એક યુવાન તેના સપનાની કન્યાને પરણવા બેબાકળો બને એવી કહાણી છે.

Most Popular

To Top