Comments

આપણી વેપારમાં અસમતુલા કેમ?

રૂપિયામાં સરહદ પારથી પણ વેપાર થાય તે માટે સરકાર અને ભારતીય રીઝર્વ બેંક દક્ષિણ એશિયાના દેશો સાથે ચર્ચા કરે છે એમ રીઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસે આ સપ્તાહમાં કહ્યું. ભારત કયા દેશો સાથે મંત્રણા કરે છે અને ચર્ચા કયા તબક્કે પહોંચી છે તેની વિગત અપાઇ ન હતી પણ આમ છતાં આ એક સારું પાસુ છે. કારણ કે આપણે દક્ષિણ એશિયામાં છીએ અથવા અવિભાજય ભારત છીએ અને એક બીજા સાથે વેપાર કરવાનો ઇન્કાર કરી આપણી જાતને નુકસાન કરીએ છીએ. વિશ્વ બેંક કહે છે કે દક્ષિણ એશિયાના દેશો વચ્ચેનો વેપાર આ પ્રદેશના કુલ વેપારનો માત્ર પાંચ ટકા જ વેપાર છીએ.

બ્રુનેઇ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓ, મલયેશિયા, મ્યાનમાર, સીંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામના બનેલા જૂથ એશિયનનો આંતર પ્રાદેશિક વેપાર કુલ વેપારનો પચ્ચીસ ટકા એટલે કે પાંચ ગણો વધારે છે. એક બીજા સાથે વેપાર કરવાનો હોય છે ત્યારે એશિયનનો ત્રણ મુદ્દાનો એજન્ડા હોય છે. આર્થિક એકીકરણ, બહુપક્ષીય વેપાર સાથે વળગી રહેવું અને તમામ અવરોધોને દૂર કરવા. બીજી તરફ દક્ષિણ એશિયાના દેશો વચ્ચે અત્યારનો વેપાર 23 અબજ ડોલરનો છે, જે અત્યારના મૂલ્ય પ્રમાણે કમમાં કમ 67 અબજ ડોલર કરતાં ઘણો નીચો છે અને આ બધામાં સૌથી મોટી વાત એ છે કે જે વેપાર ગુમાવ્યો છે તે આપણી ખોટ છે. વિચારો કે બાંગ્લાદેશ સાથે આપણો 18 અબજ ડોલરનો વેપાર ચાલે છે તેમાં 16 અબજ ડોલરની નિકાસ થાય છે.

પાકિસ્તાનને આપણે એક અબજ ડોલરની નિકાસ કરીએ છીએ અને આયાત દસ કરોડ ડોલરથી ઓછી છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ઉત્તર પ્રદેશ અને બિહારના કદનું છે અને બાંગ્લા દેશનું અર્થતંત્ર તેનાથી મોટું છે. છતાં આપણે આપણામાંથી અને સેવા વધુ વેચવા ખાસ કંઇ કર્યું નથી. વિશ્વ બેંક કહે છે કે સરહદી પડકારો કહે છે કે ભારતની કંપનીઓ માટે પડોશના દક્ષિણ એશિયાઇ પડોશીઓ કરતાં બ્રાઝિલ સાથે વેપાર કરવાનું સસ્તું પડે.

આ પડકારો સમજી શકાય તેવા છે. દરિયો, આકાશ કે સડકની માળખાગત સવલતનો અભાવ છે. પાકિસ્તાન સાથે સૌથી સરળ વેપાર માર્ગ જમીનનો છે. પહેલાં રેલવે માર્ગે પણ વેપાર થઇ શકતો હતો, પણ છેલ્લાં ચાર વર્ષથી પાકિસ્તાન સાથે ટ્રેન કે વિમાન માર્ગે કોઇ કડી નથી. કોલકત્તાનો માલ સિંગાપોરથી કરાચી જહાજ મારફતે મોકલાતો હતો. બીજી સમસ્યાઓમાં રક્ષણાત્મક જકાત દરનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં માત્ર 137 ઉત્પાદનોને જમીન માર્ગે મોકલી શકાતા હતા. પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાનના માલની આયાત જકાત વધારીને 200 ટકા કરી દીધી. વેપારીઓ નિકાસકારો અને વેપારીઓ પરના બિનજકાતી અવરોધો પણ હતા. મૂડીરોકાણ પર નિયંત્રણો અને શકના વાતાવરણે વેપારને વધુ અવરોધ્યો.

ટ્રેન દોડતી હતી ત્યારે પણ સમસ્યાઓ હતી. અટ્ટારીથી અમૃતસર આવી શકે તેવા વેગનોની સંખ્યા પણ નિયંત્રિત હતી. ચૂકવણીની પણ બીજી સમસ્યા છે. માલ ખરીદનાર પોતાના પૈસા વેચનારને સમયસર આપશે એવો પાકિસ્તાની બેંકોનો શાખપત્ર ભારતમાં સ્વીકારાતો ન હતો. તે જ રીતે ભારતની બેંકોનો શાખપત્ર પાકિસ્તાનમાં સ્વીકારાતો ન હતો.
પાકિસ્તાનમાંથી આવતા માલને ઇ-ફાઇલિંગથી કસ્ટમ્સ કલીઅરીંગ નથી થતું. તેમણે એવી પણ ફરિયાદ કરી છે કે આપણા કસ્ટમ સત્તાવાળાઓ સુરક્ષાના મામલે વિશિષ્ટ સમસ્યા પેદા કરે છે અને માલ સામાન્ય કરતાં લાંબો સમય અટકાવી રખાય છે. મેન જયારે જમીની સરહદ મારફતે 2014માં છેલ્લે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે ખટારાઓની લાંબી કતાર લાગી જતી અને તે આગળ વધવાનું નામ નહોતી લેતી.

ભારત પાકિસ્તાનને પોતાના પ્રદેશમાંથી બાંગ્લાદેશ અને નેપાળના પ્રદેશમાં અવરજવરની રજા નથી આપતું. તે બતાવે છે કે તે માત્ર સુરક્ષાની બાબત નથી પણ તે એવું બતાવે છે કે આપણી નિકાસને હાનિ પહોંચે તોય આપણે પાકિસ્તાન સાથે વેપાર કરવા માંગતા નથી. આપણે સરહદ પારના વેપારનો વિચાર કરવો જોઇએ. તેમાં આપ લેનો સિધ્ધાંત છે. આપણે કંઇ લેતા હોઇએ તો આપવું પણ જોઇએ ને?

વિશ્વ બેંકે આ જ વાતની નોંધ લીધી છે. વળી આપણે કાયમી દુશ્મન સાથે પનારો પડયો છે એ માનસિકતા બદલવી પડશે. હવે ભારતની સુરક્ષાનો તખ્તો પશ્ચિમી સરહદેથી ખેંચાઇ પૂર્વ સરહદે ગોઠવાયો છે છતાં ચીન સાથેનો વેપાર વધે છે. તેમાં આપણે ચીનમાંથી મોટે ભાગે આયાત જ કરીએ છીએ તેથી આ વેપાર આપણા હિતમાં નથી. 2022ના જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચે ભારતને ચીને કરેલી નિકાસ 24 ટકા વધી આગલા વર્ષ કરતાં 108 અબજ વધુ હતી જયારે આપણી નિકાસ 38 ટકા ઘટી 16 અબજ ડોલરે પહોંચી હતી અને ચીન આપણે માટે મુખ્ય જોખમરૂપ હોવાનું બધા સ્વીકારે છે છતાં આપણે તેમની સાથે વેપાર કરીએ છીએ. બીજી તરફ આપણે આપણા અન્ય પડોશીઓ સાથેની દૃષ્ટિ દેખીતી રીતે બદલી હોવા છતાં કોઇ કારણસર આપણું વલણ નથી બદલ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top