Comments

સરકાર જવાબ કેમ નથી આપતી?

2018માં ભારત સરકારે નીતિ આયોગ હેઠળ એક હેવાલ બહાર પાડયો હતો. ઇન્ડિયા@75. તેમાં સરકારે પોતે 2022 સુધીમાં જે લક્ષ્યો સિધ્ધ કરવાનાં છે તે નક્કી કર્યાં છે. 230 પાનાનો આ સવિસ્તર હેવાલ કેટલાયે વાંચ્યો હશે તે સવાલ છે પણ તેના પ્રારંભમાં વડાપ્રધાન લખે છે: 2022 સુધીમાં નવું ભારત રચવાની પ્રજાની ખ્વાહેશમાં સરકાર એક સક્રિય ભાગીદાર છે. ‘ટીપ ઇન્ડિયા’ની ભાવના મુજબ હવે આપણે આ વ્યૂહમાં નિર્ધારિત કરેલાં લક્ષ્યો સિધ્ધ કરવા આપણી શકિતઓને સંયોજીત કરીએ. ખાસ કરીને લાંબા ગાળે કંઇક સિદ્ધ કરવાનો ઇરાદો ધરાવતી સામાન્ય યોજના કે યોજનાઓ એટલે વ્યૂહ. તેમના પછી નીતિ આયોગના તે સમયના અધ્યક્ષ લખે છે: છેલ્લાં ચાર વર્ષથી પરિવર્તન આવી રહ્યું છે. અર્થતંત્ર ભૂતકાળના નકારાત્મક વમળમાંથી ખાસ કરીને અવિચારી ધિરાણ વિસ્તરણના વમળમાંથી બહાર આવી રહ્યું છે.

આ ચાર વર્ષો 2014થી 2018નાં ચાર વર્ષ એ સમય જતાં વધુ ઝડપ આપે તેવાં પરિણામ આપ્યાં છે અને સરકારે જયાં પોતાનાં લક્ષ્યો નિર્ધારિત કર્યાં છે તેવાં કેટલાંક ક્ષેત્રોમાં દેખાય છે. તેમાંનું પ્રથમ છે. એકંદર ઘરેલુ પેદાશના દરમાં વૃધ્ધિ. દસ્તાવેજ કહે છે કે આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે મૂડી રોકાણનો દર મતલબ કે એકંદર થયેલુ પેદાશના ભાગરૂપે એકંદર ચોક્કસ મૂડી સર્જન 2017-18ના એકંદર ઘરેલુ પેદાશના 29 ટકાથી વધારી 2022-23 સુધીમાં એકંદર ઘરેલુ પેદાશના 36 ટકા સુધી લઇ જવું અને તે માટે ખાનગી જાહેર બંને રોકાણ વધારવા પગલા લેવા.

માની લઇએ કે આ પગલા લેવાયા પણ પરિણામ શું આવ્યું? વિશ્વ બેંકે 2021 માટે આપેલા આંકડા મુજબઆ પ્રમાણ 29 ટકા છે. મતલબ કે કોઇ ફેર નથી પડયો. બલકે 2014માં તે પ્રમાણ 30 ટકા રીતે ઘટયું. એકંદર ઘરેલુ પેદાશમાં 2018થી ઘટાડો નોંધાયો છે અને તે છેક માર્ચ 2020 સાથે પૂરા થતા નવ ત્રિમાસિક ગાળાઓ સુધી ચાલુ રહ્યો છે અને કોરોના શરૂ થતા આ વૃદ્ધિમાં વધુ ઘટાડો થયો છે. અલબત્ત આ ભાવિરૂપ રેખા દોરનારને આ બાબતની તે સમયે જાણ ન હતી. હવે આ નોંધમાં વધુમાં એવું કેહવાયું છે કે કર- એકંદર ઘરેલુ ઉત્પાદન વચ્ચેનુન પ્રથમ 17 ટકા છે જે આર્થિક સહકાર અને વિકાસ માટેના દેશોના સંગઠનના 35 ટકા કરતા અડધું છે અને અન્ય માંગના અર્થતંત્રો બ્રાઝીલ 34 ટકા, દક્ષિણ આફ્રિકા 27 ટકા, ચીન 22 ટકા કરતા ઘણુ ઓછુ છે. જાહેર રોકાણ વધારવા ભારતે 2022 સુધી તેનો વેરા-એકંદર ઘરેલુ ઉત્પાદન વચ્ચેનો દર કમમાંકમ તેના એકંદર ઘરેલુ પેદાશના કમમાંકમ 22 ટકા સુધી કરવો જોઇએ.

શું પરિણામ આવ્યું? ગયા વર્ષથી તેમાં કોઇ ફેરફાર નથી કારણ કે 2019માં કોર્પોરેટ કરના દરમાં ઘટાડો થયો હતો.
સરકારે બીજું એક લક્ષ્ય એવું નિર્ધારિત કર્યું હતું કે બેરોજગારીનું પ્રમાણ જે કાબૂ બહાર રહ્યું છે તેને નિયંત્રણમાં લેવું. સરકારના જ આંકડા કહે છે કે બેરોજગારીનું પ્રમાણ 2018માં 6 ટકાની વિક્રમજનક સપાટીએ પહોંચ્યું છે અને હવે તેનાથી ય ઉપર રહ્યું છે. 2017થી દર વર્ષે ખેતીવાડીમાં પાછાં ફરતાં લોકોનું પ્રમાણ વધતું જાય છે. હવે આ દસ્તાવેજમાં ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન ગયું છે અને તેમાં જણાવાયું છે કે મોદી સરકાર ઉત્પાદન ક્ષેત્રના વર્તમાન વૃધ્ધિ દર 2022 સુધીમાં બમણો કરવા માંગે છે. 2018માં ઉત્પાદન ક્ષેત્રનો વૃદ્ધિદર 16 ટકા હતો તે આજે 14 ટકા છે.

આપણે ખેડૂતોની આવક બમણી કરી અને ખેડૂતોના શાંત આંદોલને તેનો પ્રતિભાવ આપી દીધો છે.
હા, જનધન યોજના જેવી નાણાંકીય સમાવિષ્ટ યોજનાએ ખાસ્સી પ્રગતિ કરી છે. વૈશ્વિક પ્રવાસી આગમનનું ભારતનું પ્રમાણ 1.8 ટકાથી વધારી 3 ટકા કરવાનું લક્ષ્ય સિદ્ધ નથી થયું. 2022નું વર્ષ આવ્યું પણ ખરું અને ગયું પણ ખરું પણ વચન સિદ્ધ થયાં છે? આ દસ્તાવેજની તાજેતરની કોઇએ ચર્ચા કરી હોવાનું સાંભળ્યું છે? ખાસ કરીને ખુદ વડાપ્રધાને તેને વહેતો મૂકયો હતો. કેરળના સાહિત્યોત્સવમાં મેં કેટલાક આંકડા રજૂ કર્યા પછી મને કોઇકે કહ્યું કે આવી વાતો ખાસ જાણીતી કેમ નથી? કોણે કહ્યું? ખુદ સરકાર જ આ આંકડા જાહેર કરે છે અને આધુનિકઆર્થિક પ્રવૃત્તિઓ કરવાને બદલે વધુ અને વધુ લોકો ખેતીવાડી તરફ વળ્યા છે. રોકાણના દરમાં થતી વધઘટ તેમજ એકંદર ઘરેલુ પેદાશ સાથેનો તેનો સંબંધ પ્રવાસીઓની સંખ્યા વગેરે કેન્દ્ર સરકાર જ જાહેર કરે છે.

આશ્ચર્ય એ વાતનું છે કે સરકાર જે વચન આપે છે અને તેનું પાલન નથી થતું તેનો સરકાર પાસે કોઇ જવાબ કેમ નથી માંગતું? સરકારને મુશ્કેલીભરી સમસ્યાઓ હલ કરતા જ નથી આવડતું અને નીતિ આયોગની વ્યૂહરચના વિચારીએ તો લાગે કે તેની પાસે કોઇ યોજના જ નથી. સરકાર તેની નિષ્ફળતાઓનો જવાબ આપવા માટે કોઇ દબાણ હેઠળ લાગતી જ નથી. પત્રકારો શું કરે છે? વિરોધ પક્ષો શું કરે છે? આ પ્રશ્નની ચર્ચા આપણે અવરનવર કરી છે. વાસ્તવિકતા એ છે કે સરકાર પાસે જવાબ માંગવાનું મુશ્કેલ છે કારણ કે તે પોતે જે કહે છે તેની અવગણના કરી આગળ વધતી જ જાય છે. ખાસ કરીને તેની નિષ્ફળતાના દસ્તાવેજી પુરાવા હોય ત્યારે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top