National

ખેડૂતોના વિરોધ પ્રદર્શનની તસવીર જોઈ ચંદીગઢ હાઈકોર્ટના જ્જ કેમ ગુસ્સે થયા?, શું હતું ફોટામાં?

ચંદીગઢ(Chandigadh) : પંજાબ (Punjab) અને હરિયાણામાં (Hariyana) ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને (Farmers Protest) લઈને ચંદીગઢની હાઈકોર્ટમાં (High court) સુનાવણી (Hearing) હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે આ મામલામાં વકીલોને ઠપકો આપ્યો હતો. તેમજ તસવીરો જોઈને જ્જ ખેડૂતો પર ગુસ્સે થઈ ગયા હતા.

સુનાવણી દરમિયાન જ્યારે હરિયાણા સરકારે હાઈકોર્ટને વિરોધ પ્રદર્શનની કેટલીક તસવીરો બતાવી ત્યારે કોર્ટનું વલણ કડક થઈ ગયું હતું. કોર્ટે શુભકર્ણના મૃત્યુની તપાસને લઈને મહત્વનો આદેશ પણ આપ્યો હતો. આ દરમિયાન હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે કોણ હાથમાં તલવાર લઈને શાંતિપૂર્વક વિરોધ કરે છે?

ગુરુવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને ફટકાર લગાવી અને કહ્યું કે બંને રાજ્યો આ સમગ્ર મામલે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. કોર્ટે કહ્યું કે ખેડૂત શુભકરણના મૃત્યુની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ કરવામાં આવશે. 3 સભ્યોની કમિટી બનાવવામાં આવશે. સુનાવણી દરમિયાન જ્યારે હરિયાણા સરકારે હાઈકોર્ટને વિરોધમાં અનેક તસવીરો બતાવી ત્યારે કોર્ટનું વલણ કડક થઈ ગયું.

ફોટો જોયા બાદ હાઈકોર્ટે ખેડૂત આંદોલનકારીઓ પર જોરદાર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ શરમની વાત છે કે તમે લોકો બાળકોને આગળ કરી રહ્યા છો, તમે કેવા માતા-પિતા છો? બાળકોની આડમાં હથિયારો સાથે વિરોધ કરો છો. તમને લોકોને અહીં ઊભા રહેવાનો અધિકાર પણ નથી.

હાઈકોર્ટે આંદોલનકારીઓને કહ્યું, શું તમે ત્યાં કોઈ યુદ્ધ કરવા જઈ રહ્યા છો? આ પંજાબની સંસ્કૃતિ નથી. તમારા નેતાઓની ધરપકડ કરીને ચેન્નાઈ મોકલવામાં આવે. તમે લોકો નિર્દોષ લોકોને આગળ કરી રહ્યા છો. આ એકદમ શરમજનક છે. કોર્ટે તેને વારંવાર શરમજનક ગણાવ્યું છે.

Most Popular

To Top