Business

ટીનએજ આદ્યા આનંદ ‘ક્રશ્ડ’માં બહુ કયુટ લાગે છે

સ્કૂલ લાઈફ અને કોલેજ લાઈફ વિશે જયારે કોઇ ટી.વી. સિરીયલ કે વેબ સિરીઝ આવે તો તેમાં એક જૂદી મઝા આવતી હોય છે. એ ઉંમરે જે મનમાં આવે તેવા વર્તન થતાં હોય છે. જીવનના વ્યવહારોની તેમને ખબર નથી હોતી. ભૂલો કરે તો પણ નિર્દોષ ભાવે કરે અને કાંઇક સારું કરે તો પણ નૈસર્ગિક શક્તિના બળે કરે. એમેઝોન મિનીટીવી પરની ‘ક્રશ્ડ’ ફાઈનલ સિઝન જોનારાને આ અનુભવ હશે. તેમાં જે કલાકારો છે તે બધાં જ સ્કૂલ યુનિફોર્મમાં છે. પરીક્ષાની તૈયારીઓ અને ઇન્ટર સ્કૂલ ફેસ્ટ વચ્ચે તેઓ ટેન્શન અને મૌજ બંને સાથે સાથે જીવે છે. આ સિરીઝમાં આદ્યા આનંદ, અર્જુન દેશવલ, અનુપ્રિયા કારોલી, ઉર્વી સીંધ વગેરે છે. આદ્યાનું નામ ટોપ પર છે તો તેના વિશે વાત કરવી જોઈએ. આ સિરીઝમાં તેનું નામ આદ્યા માથુર છે.
આદ્યા આમ કુર્ગથી આવી છે અને હજુ 16 વર્ષની છે. આ પહેલાં તમે કેને ‘વ્હુપીસ વર્લ્ડ’માં ધાના તરીકે, ‘બોમ્બે બેગમ્સ’માં શાઈ તરીકે ‘બ્રેવહાટર્સ’માં વીરા તરીકે, ‘ફ્રાઈડે નાઈટ પ્લાન’માં નિત્યા સભરવાલ તરીકે જોઇ હશે. ‘ક્રશ્ડ’માં લખનૌ સેન્ટલ કોન્વેન્ટ સ્કૂલ અને તેના સ્ટુડન્ટની વાત છે જે સ્કૂલ જીવનની રોલર કોસ્ટર લાઈફનો અનુભવ કરે છે. આગળની ત્રણ સિઝન લોકોએ ખૂબ માણી છે અને આ હવે ફાઈનલ સિઝન છે. ટીનેજ હોવું શું તે આ ઉંમરે સમજાતું હોય છે. આ ઉંમરે મિત્રો બને અને તેની સાથે કલ્પના, તરંગ, ભયની આપ-લે થાય. સિરીઝમાં આદ્યા, જસ્મિન અને ઝોયાની મૈત્રી દર્શાવવામાં આવી છે, જયારે પ્રતીક અને સાહિલ સાહસી છે અને તેનાથી સ્કૂલ જીવનમાં નાટકીયતા ઉમેરાય છે.
એમેઝોન મિની ટી.વી.ના અમોઘ ડયુસાડ કહે છે કે આ સિરીઝનાં પાત્રો, સ્ટોરીલાઈન અને તેમાં જે બતાવવામાં આવે છે તે ઘણાને તેમના સ્કૂલના દિવસોમાં લઇ જશે. કુર્ગમાં જન્મેલી પણ સિંગાપોરમાં મોટી થયેલી આદ્યા અભિનેત્રી હોવા ઉપરાંત મોડેલ અને ડાન્સર છે. ‘બોમ્બે બેગમ્સ’માં તેણે સાઈ ઇરાની તરીકે સૌથી યુવાન બેગમની ભૂમિકા ભજવી હતી. આદ્યાએ માત્ર 9 વર્ષની ઉંમરે સિંગાપોરની ‘એ યેલો બર્ડ’ નામની ફિલ્મમાં કામ કર્યું હતું. એ ફિલ્મ આંતરરાષ્ટ્રીય મહોત્સવોમાં વિવેચકોની પ્રશંસા પામી હતી. એ ફિલ્મ પછી તેને સિંગાપોરની જ ‘ઉત્તેર 2016: વન અવર ટુ ડેલાઈટ’ ‘ફિલ્મમાં કામ મળેલું અને પછી ‘વ્હુપીસ વર્લ્ડ’નામની મલ્ટી સિઝન સિરીઝમાં તેણે જે ભૂમિકા કરેલી તેણે તેને એકટ્રેસ તરીકે ખાસ બનાવી દીધી હતી. સિંગાપોરમાં ઘણું કામ કરી હવે તે ઇન્ડિયામાં ઝંડો લહેરાવવા આવી છે. આદ્યા પોતે ગ્લોબલ ઇન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણી છે તેનો અનુભવ તેને આ સિરીઝમાં કામ લાગે છે. 2019થી તે મુંબઇ આવી ગઈ છે એટલે હવે સિંગાપોર પાછળ છૂટી ગયું છે. આદ્યાને વિવિધ પ્રકારનાં પાત્રો ભજવવામાં રસ છે. ગયા વર્ષે તે નેટફલિકસ ફિલ્મ ‘ફ્રાઈડે નાઈટ પ્લસ’માં નિત્યાની ભૂમિકામાં જોવા મળેલી એ તેની પહેલી જ હિન્દી ફિલ્મ હતી પણ તે હવે જાણે વેબસિરીઝ માટે વધારે ફેવરીટ બની ગઈ છે.
આદ્યા બહુ બિન્દાસ મિજાજની છે. તે કહે છે કે મને સિદ્ધાર્થ મલ્હોત્રા માટે સેલિબ્રિટી ક્રશ હતો. તે એકદમ કયુટ છે પણ સ્કૂલમાં મને કોઇ માટે ક્રશન નથી રહ્યો. ક્રશ્ડ’ પછી તે ઈન્ટરને સેન્સેશન બની ગઇ તે બાબતે એકદમ ખુશ છે અને કહે છે કે લોકોને મારું કામ ગમ્યું એટલે હું એકદમ ખુશખુશાલ છું. મને મારી ઉંમરનું પાત્ર ભજવવા મળ્યું છે એટલે પણ મઝા આવે છે. આદ્યા હવે ક્રશ્ડ પછી વળી નવા સાહસ માટે તૈયાર છે.

Most Popular

To Top