National

‘હિજાબ હોય કે બિકીની, મહિલાઓને ગમે તે પહેરે’, હિજાબ વિવાદમાં પ્રિયંકા ગાંધીનું ટ્વીટ

કર્ણાટક : કર્ણાટક (Karnataka) માં હિજાબ વિવાદને (Hijab controversy) હવે રાજનીતિક રંગ આપી રહ્યા છે. નેતાઓ હિજાબ પહેરવો જોઈએ કે નહીં આ મુદ્દા પર પોતાના મત રજૂ કરી રહ્યા છે. ત્યારે કોંગેસના (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) પણ કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર ટ્વીટ (tweet) કર્યું છે. પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે મહિલાઓએ પોતાની મરજીથી કપડા પહેરવા જોઈએ… ટ્વીટના અંતે પ્રિયંકાએ તેના કેમ્પેનનું હેશટેગ ‘હું લડી શકું છું’ પણ મૂક્યું છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘ બિકીની હોય કે ઘુંઘટ કે પછી જીન્સ હોય કે હિજાબ હોય. શું પહેરવું તે સ્ત્રીએ નક્કી કરવાનું છે. આ અધિકાર ભારતના બંધારણે આપ્યું છે. મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો. પ્રિયંકા ગાંધીએ યુપીમાં કોંગ્રેસ માટે આપવામાં આવેલા નારા ‘લડકી હું લડ સકતી હૂં’ ના નારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ અધિકાર ભારતના બંધારણે આપ્યો છે. તેથી મહિલા નક્કી કરશે કે તેને શું પહેરવું છે.

  • હિજાબ વિવાદ પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનું ટ્વીટ: ટ્વીટના અંતમાં ‘લડકી હું લડ સકતી હું’ હેશટેક આપ્યું
  • મહિલાઓ પોતાની મરજીથી કપડા પહેરી શકે છે
  • શિમોગા શહેર સહિત અન્ય શહેરોમાં ધારા 144 લાગુ કરાઈ

ભાજપનો આરોપ, હિજાબ વિવાદ પાછળ કોંગ્રેસનો હાથ છે
તો બીજી તરફ ભાજપે હિજાબ વિવાદ પાછળ કોંગ્રેસનો હાથ છે તેવો આરોપ લગાવ્યો છે. બીજેપીએ ટ્વિટ કરીને કહ્યું કે, અમે કહીએ છીએ કે હિજાબ વિવાદના જન્મ પાછળ કોંગ્રેસનો હાથ છે. હાઈકોર્ટમાં હિજાબની તરફેણમાં દલીલ કરનાર વકીલ કોંગ્રેસના લીગલ સેલના પ્રતિનિધિ છે. કોંગ્રેસ આ દિશામાં કામ કરી રહી છે તે કહેવા માટે શું બીજા ઉદાહરણની જરૂર છે? ભાજપના આરોપનો જવાબ આપતાં એડવોકેટ દેવદત્ત કામતે કહ્યું, “હું સદભાગ્યે સ્વતંત્ર દેશમાં રહું છું. એક વકીલ તરીકે, હું જે બાબતમાં મને નિર્દેશિત કરવામાં આવે છે તેમાં હું હાજર છું અને દલીલ કરું છું. કોઈ ત્રીજો પક્ષ કે કોઈ રાજકીય પક્ષ મારી પસંદગી પર સવાલ ઉઠાવી શકે નહીં!

વિદ્યાર્થીઓ ભગવા રંગના મોજા અને દુપટ્ટા પહેરીને કેમ્પસમાં સૂત્રોચ્ચા કર્યો
ઉલ્લેખનીય છેકે કે ધાર્મિક પોશાક પર પ્રતિબંધ લગાવવાના આદેશ બાદ કર્ણાટકની શાળા-કોલેજોમાં હંગામો મચી ગયો છે. ઘણા જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓના જૂથો સામસામે આવી ગયા છે. પથ્થરમારાની ઘટનાઓ પણ બની છે. મુસ્લિમ વિદ્યાર્થીઓ હિજાબ પરના પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે ઘણા હિંદુ વિદ્યાર્થીઓ ભગવા રંગના મોજા અને દુપટ્ટા પહેરીને કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. મંગળવારે હિજાબના સમર્થન અને વિરોધમાં પ્રદર્શનો બાદ ઉડુપી, શિવમોગા, બાગલકોટ અને કર્ણાટકના અન્ય ભાગોમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં તણાવ વધી ગયો હતો. આ પછી પોલીસ અને પ્રશાસનને દરમિયાનગીરી કરવી પડી હતી. શિમોગામાં પથ્થરમારો બાદ કલમ 144 પણ લાગુ કરવામાં આવી હતી.

Most Popular

To Top