Charchapatra

આયોજન વિનાના સંવેદનાસેતુ કાર્યક્રમનો શો અર્થ?

દર વર્ષની જેમ સુરત મહાનગરપાલિકાએ સરકારની વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો કાઢી આપવાનો કાર્યક્રમ ઝોન વાઇઝ રાખેલ હતો. જે ખરેખર પ્રશંસનીય છે. પરંતુ આયોજનના અભાવે લોકોના ભારે ધસારાને કારણે ગણતરીના કલાકોમાં જ ફોર્મ ખુટી ગયા. કલાકો સુધી લાંબી લાઇનમાં ધક્કા મુક્કી કર્યા બાદ લોકોને પાછા જવુ પડયું હતું. અગત્યની એવી આર્થિક પછાત યોજનાની વ્યવસ્થા જ ન હતી. આવા કાર્યક્રમનો દૈનિક પેપરોમાં જાહેરાત આપી કઇ કઇ યોજનાના પ્રમાણપત્રો કાઢી આપવાના છે અને તેની સાથે કયા કયા આધાર પુરાવા ાપવા પડશે તેની વર્તમાનપત્રો દ્વારા જાહેરાત કરવામાં આવે તો લાભાર્થી વ્યકિત તે સાથે લઇને આવે. આ તો ફોર્મમાં મોટી લાઇન અને આધાર પુરાવા ઘરે લેવા જઇ તેની ઝેરોક્ષ કાઢવા અને અટપટા ફોર્મ જેમ તેમ ભર્યા પછી પાછી લાંબી લાઇન એવામાં જ સમય પુરો થઇ જાય છે. જેથી આવા કાર્યક્રમ બે દિવસ રાખવા જોઇએ. પ્રવેશના ગેટ પાસે મોટા હોર્ડિંગમા યોજનાઓના નામ, તેની સાથે જોડવાના આધાર પુરાવાની વિગત હોવી જોઇએ. પ્રવેશ ગેટ પાસે ટેબલ વાઇઝ જાણકાર વ્યકિતને બેસાડી માર્ગદર્શન આપવું જોઇએ. તો જ સરકારનો હેતુ સરશે. બાકી આવા સેવા સેતુ નામના સંવેદનાહીન કાર્યક્રમમાં પ્રજાના હાથમાં અરાજકતા સિવાય કશું આવે નહીં. સુરત  – એન. ડી. ભામરે   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top