National

રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યા પ્રહાર તો સ્મૃતિ ઈરાનીએ કર્યો વળતો પ્રહાર

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના પાંચમાંથી ત્રણ દિવસની કાર્યવાહીમાં વિપક્ષના હોબાળાના કારણે સ્થગતિ થઈ રહી હતી. અદાણી મુદ્દે ચર્ચાની માંગને લઈને વિપક્ષ આજે ફરી હોબાળો કર્યો હતો. ત્યારે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગતિ કરી દેવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન રાજ્યસભામાં હંંગામાં વચ્ચે પ્રશ્નકાળ શરૂ થયો હતો. અદાણી મુદ્દે વિપક્ષ પક્ષો જેપીસીની માંગ કરી રહ્યા છે. આ સાથે જ લોકસભાની કાર્યવાહી ચાલુ રહી છે. રાહુલ ગાંધી લોકસભાનું સંબોધન કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ લોકસભામાં અદાણી મુદ્દે ભાજપને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે દેશની પ્રજા જાણવા માંગે છે કે વડાપ્રધાન મોદી અને અદાણી વચ્ચે શું સંબંધ છે. પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે 2014માં અદાણી 609 નંબર પર હતા, અને પછી જાદુ થયો અને બીજા નંબર પર આવી ગયા. સંસદમાં તેમણે અદાણી અને પીએમ મોદીની તસ્વીર પણ બતાવી હતી. જેનો જવાબ કેદ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આપ્યો હતો. ઈરાનીએ કહ્યું કે જેણે અમેઠીમાં જાદુ બતાવ્યો તે સજ્જન પ્રધાનમંત્રી ઉપર આક્ષેપ કરી રહ્યાં છે. તેઓએ વઘારામાં કહ્યું કે એક પરિવારે અમેઠીમાં એવી જમીનો ઉપર પોતાનો કબજો જમાવ્યો જેને તેઓએ ફાઉન્ડેશન તેમજ ફેકટરી માટે લેવાનું કહ્યું હતું. જો કે તેઓનો નિશાન ગાંધી પરિવાર તરફ હતું.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આજે એક એવા માણસ કે જેણે અમેઠીમાં જાદુ બતાવી 4 વિધાનસભાની સીટ પર જમાનત થઈ હતી તે પ્રધાનમંત્રી ઉપર આક્ષેપ મૂકે છે. આવું કહેવા પાછળનો તેઓનો હેતુ એ હતો કે તેઓ રાહુલ ગાંધીને વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી દરમ્યાન થયેલી તેઓની હાર તેમજ પોતાની જીત યાદ અપાવા માગતી હતી. ઈરાનીએ કહ્યું કે વર્ષ 1981માં એક ફાઉન્ડેશને અમેઠીમાં 40 એકર જમીન લીધી હતી. તેઓએ કહ્યું આ જગ્યા ઉપર મેડિકલ કોલેજ બનાવવા માં આવશે. આખી જમીનના 623 રુપિયાનું ભાડું લેવામાં આવ્યું. આ તો ખૂબ મોટો જાદું કહેવાય. જો કે આ જમીન ઉપર પછી પરિવાર માટે એક ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું, “અમેઠીમાં ફેક્ટરી માટે જમીન લેવામાં આવી હતી. અચાનક આ જમીન ફાઉન્ડેશનને આપવામાં આવી હતી. બાદમાં જે પરિવારે જમીન લીધી હતી તેઓએ ખાલી કરી ન હતી. ખેડૂત કોર્ટમાં જાય છે અને પોતાની જમીન ખાલી કરવા માટેનો આદેશ મેળવે છે. જો કે આજે પણ તે પરિવાર જમીન ખાલી કરી રહ્યો નથી. આજે આ જ પરિવાર ગરીબોની વાત કરે છે.” તેમણે કહ્યું, “નવી હજ પોલિસી આવતીકાલે આવી ગઈ છે. જ્યારે કોંગ્રેસ સરકારમાં હતી ત્યારે હજ માટે અરજી કરવા માટે પૈસા ચૂકવવા પડતા હતા. મોદી સરકારે સુનિશ્ચિત કર્યું છે કે હવે કોઈએ અરજી માટે પૈસા ચૂકવવા પડશે નહીં.

રાહુલ ગાંધીએ પીએમ મોદીને સવાલ પૂછ્યા
રાહુલ ગાંધીએ લોકસભામાં અદાણી મુદ્દે સરકાર અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો સવાલ કર્યો કે તેઓ ગૌતમ અદાણી સાથે કેટલી વખત વિદેશ પ્રવાસે ગયા, કોન્ટ્રાક્ટ મળ્યા પછી અદાણીએ કેટલા દેશોની મુલાકાત લીધી અને છેલ્લા 20 વર્ષમાં અદાણીએ ભાજપને કેટલું દાન આપ્યું. તેમણે એમ પણ કહ્યું કે એક સમયે પીએમ મોદી અદાણીજીના વિમાનમાં ઉડાન ભરતા હતા અને હવે અદાણીજી મોદીજીના વિમાનમાં ઉડાન ભરી રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધી સંબંધોન કરી રહ્યા હતા ત્યારે સ્પીકર ઓમ બીરલાએ તેમને કહ્યું કે સંસદ તમારું છે તમે બોલો, પણ બહાર જઈને એવું ન કહો કે અધ્યક્ષ તમારા માઈક બંધ કરી દે છે. આના પર રાહુલ ગાંધી કહ્યું જે સત્ય છે તે જ કહું છું અધ્યક્ષ માઇક બંધ કરી દે છે.

રાહુલે હિંડનબર્ગ રિપોર્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો
રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીજી સ્ટ્રેટર્જી બનાવી કામ કરે છે. સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો જેમાં શેલ કંપનીઓની વાત કરવામાં આવી હતી. ભારત સરકારે એ જાણવાનો પ્રયાસ કર્યો નથી કે આ શેલ કંપનીઓ કોની છે અને કોના પૈસા દેશમાં આવી રહ્યા છે? તેમણે કહ્યું કે અદાણીજીએ ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં 50 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ બજેટમાં આ ક્ષેત્ર માટે મોટા પ્રોત્સાહનની જાહેરાત કરી હતી અને 19 હજાર કરોડથી વધુની જાહેરાત કરી હતી. નવા પોર્ટ અને નવા એરપોર્ટ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ જુગલબંધી છે.

મોદી સરકાર અદાણીને કેવી રીતે મદદ કરે છે…
લોકસભામાં સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર કેવી રીતે અદાણીની મદદ કરે છે. તેમણે એસબીઆઈ, એલઆઈસી પર અદાણીને પૈસા આપવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે જો કોઈ તેના વિરુદ્ધ ઊભા થાવ છો તો કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે આવી જાય છે. આ સાથે જ શ્રીલંકા ઈલેક્ટ્રિસિટી બોર્ડના અધ્યક્ષે બાંગ્લાદેશ સાથેના 25 વર્ષના વીજ કરારનો પણ ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકારને ઘેરી હતી.

પીએમ મોદી સાથે અદાણીના કેવા સંબંધો છે ? – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ અદાણીના મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આજે તમે કોઈપણ રસ્તા પર ચાલીને પૂછશો કે કોણે બનાવ્યો છે તો અદાણીનું નામ સામે આવશે. દેશ જાણવા માંગે છે કે અદાણીના વડાપ્રધાન સાથે કેવા સંબંધો છે. તેમણે પીએમ મોદીને ઘેરતા પ્રશ્ન કર્યા હતા. જેના પર સત્તા પક્ષના સભ્યોએ હંગામો મચાવી દીધો હતો. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને અટકાવ્યા અને કહ્યું કે પોસ્ટબાજી ન કરો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અદાણી 2014માં 609મા નંબરથી આટલા ઓછા સમયમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે. અસલી જાદુ ત્યારે શરૂ થયો જ્યારે મોદીજી દિલ્હી આવ્યા.

યુવાઓ અગ્નિવીર પર તમારી સાથે સહમત નથી- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન જનતા સાથે વાત કરવાનો અને તેમની સમસ્યાઓ સાંભળવાનો મોકો મળ્યો હતો. તેમણે કહ્યું કે હવે તમે અગ્નિવીર યોજનાના વખાણ કર્યા છે, પરંતુ સેનાની ભરતી માટે સવારે ચાર વાગ્યે રસ્તા પર દોડી રહેલા બેરોજગાર યુવાનો આ વાત સાથે સહમત નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકો કહે છે કે અજીત ડોભાલે અગ્નિવીર યોજના સેના પર થોપી છે. સમાજમાં ઘણી બેરોજગારી છે, અગ્નિવીર પછી સમાજમાં હિંસા વધશે. અજીત ડોભાલનું નામ લેવા પર શાસક પક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તમે તેમનું નામ ન લઈ શકો. રાહુલ ગાંધી અને કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે તેઓ તેને કેમ લઈ શકતા નથી?. તેઓ ગૃહના સભ્યો નથી?

ભારત જોડો યાત્રા – રાહુલ ગાંધી પાસેથી ઘણું શીખવા મળ્યું
લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ વતી રાહુલ ગાંધી લોકસભામાં બોલી રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનની શરૂઆત ભારત જોડો યાત્રાના ઉલ્લેખ સાથે કરી હતી. તેણે કહ્યું કે શરૂઆતમાં મને લાગ્યું કે આ સફર ઘણી મુશ્કેલ હશે પરંતુ તેમાંથી ઘણું શીખવા મળ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે આજના રાજકારણમાં પરંપરાઓ ભુલાઈ રહી છે. તમે પણ રાજકારણી છો, અમે પણ છીએ. આપણે ચાલવાની પરંપરા ભૂલી રહ્યા છીએ.

Most Popular

To Top