Dakshin Gujarat

સોનગઢનો કાર્યક્રમ રદ કરી રાહુલ ગાંધી દિલ્હી પરત ફર્યા

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રાનો (Bharat Jodo Nyay Yatra) આજે ગુજરાતમાં છેલ્લો દિવસ હતો. તેમજ આજે તેઓ બારડોલીથી સોનગઢ જવાના હતા. પરંતુ સોનગઢનો કાર્યક્રમ રદ કરીને રાહુલ ગાંધી (Rahul Gandhi) અચાનક દિલ્હી જવા રવાના થઈ ગયા છે. હવે આગળની યાત્રા મંગળવારે મહારાષ્ટ્રના નંદુરબારથી ફરી શરૂ થશે.

આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાયયાત્રા લઇને નીકળ્યા છે. ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા હાલ ગુજરાતમાં પહોંચી હતી. તેમજ આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો. પરંતુ રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ કરી દિલ્હી જવા રવાના થયા છે.

આ સાથે જ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રા પૂર્ણ કરી હતી. આવતીકાલે સાંજે કોંગ્રેસ સી.ઈ.સી.ની બેઠક યોજાશે. જે બાદ કોંગ્રેસની આગામી લોકસભા ચૂંટણી માટેની બીજી યાદી જાહેર થઈ શકે છે. તેમજ મંગળવારે ભારત જોડો ન્યાય યાત્રાનો અંતિમ તબક્કો ​​​​​​મહારાષ્ટ્રના નંદુરબારથી શરૂ કરાશે.

આજની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સ્વરાજ આશ્રમ પહોંચ્યા હતા. તેમજ આજની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસના સાંસદ રાજ બબ્બર સહિત સાંસદ જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના કોંગી નેતાઓ જોડાયા હતા.

આજની ભારતજોડો ન્યાય રાત્રામાં રાહુલ ગાંધી બારડોલીનો પ્રવાસ રદ્દ કરી વ્યારા પહોંચ્યા હતા. જય્ં તેમનું આદિવાસી નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેમજ ગુજરાત ખાતે પહોંચેલી ન્યાય યાત્રા દરમિયાન ’ભારતજોડો ન્યાય યાત્રા’નું બીજું ગીત પણ રીલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસની તમામ ગેરેંટીઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ આજે ખુલ્લી જીપમાંથી જનતાને સંબોધતા કહ્યું હતું કે ભારતમાં 22 લોકો એવા છે કે જેની પાસે ભારતની 50% વસ્તી કરતા પણ વધું નાણાં છે.તેમજ દેશના તમનામ સેક્ટરોને આ 22 લોકોએ વેચી નાંખ્યા છે. આ સાથે રાહુલ ગાંધીએ વ્યારામાં અદાણી અને અંબાણી ઉપર શાબ્દીક હુમલો કર્યો હતો. તેમજ વસ્તી ગણતરી અને જતીય જનગણનાની માંગ સાથે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.

આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે GST અને નોટબંધીએ નાના પાયાના વેપાર ધંધાઓને નષ્ટ કરી દીધા છે. તેમજ 30 નાના વેપારીઓ અમારી પાસે આવ્યા હતા. તેમજ આ વાતની ચર્ચા કરી હતી કે GST અને નોટબંધીએ નાના પાયાના ઉદ્યોગોને ખત્મ કરી નાંખ્યા છે.

Most Popular

To Top