Gujarat

અમદાવાદમાં ૬ લાખ કરતાં વધુ નવા મતદાર વધ્યા

અમદાવાદ મનપાની ફેબ્રુઆરી માસમાં યોજાનાર ચૂંટણી માટે નવી મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. ૨૦૨૦ની મતદાર યાદી મુજબ શહેરમાં ૬ લાખ કરતા વધુ નવા મતદારોનો વધારો થયો છે. ૨૦૧૧ની વસતી-ગણતરીને ધ્યાનમાં લઈને નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ મનપાની ચૂંટણી માટે જાહેર થયેલી મતદાર યાદી મુજબ શહેરમાં કુલ ૪૫,૫૨,૨૩૪ મતદારોની નોંધણી થઈ છે. જેમાં ૨૩,૭૬,૬૭૬ પુરુષ મતદારો અને ૨૧૭૫૫૦૯ સ્ત્રી મતદારો છે. જ્યારે અન્ય જાતિના ૧૪૯ મતદાર છે. ૨૦૧૫ની ચૂંટણીમાં મતદારોની સંખ્યા ૩૮,૯૧,૩૫૧ હતી. આમ, પાંચ વર્ષમાં નવા ૬,૬૦,૯૮૩ મતદારો નોંધાયા છે.

નવી મતદાર યાદી મુજબ સૌથી વધુ મતદારો વટવા વોર્ડમાં છે. વટવા વોર્ડમાં ૧,૨૬,૦૧૪ મતદાર છે. જે પૈકી ૬૭૪૦૯ પુરૂષ અને ૫૮૬૦૨ સ્ત્રી મતદાર છે. શહેરના ૪૮ વોર્ડ પૈકી દસ વોર્ડમાં એક લાખ કરતાં વધુ મતદાતા છે. જેમાં ચાંદખેડામાં ૧,૦૧,૬૨૯, થલતેજ વોર્ડમાં ૧,૦૬,૦૬૮, સરદારનગર વોર્ડમાં ૧,૦૮,૧૬૩, નરોડામાં ૧૦૬૪૫૬, ઠક્કરબાપાનગરમાં ૧૦૦૯૭૬, નિકોલમાં ૧,૧૯,૦૮૩, ગોમતીપુરમાં ૧૦૦૧૨૦, વસ્ત્રાલમાં ૧,૦૭,૫૨૦, વટવામાં ૧૨૬૦૧૪ તથા રામોલ-હાથીજણમાં ૧૧૪૪૬૦ મતદાર છે.

શહેરના નવરંગપુરા વોર્ડમાં પુરુષ કરતાં સ્ત્રી મતદારોની સંખ્યા વધુ છે. આ વોર્ડમાં પુરુષ મતદારો ૪૬૬૧૨ની સામે સ્ત્રી મતદારની સંખ્યા ૪૬૩૬૬ છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાના દરિયાપુર વોર્ડમાં ૯૮૯૮૨ મતદાર છે. જે સૌથી મોટા ગોતા વોર્ડ કરતાં વધુ છે. લાંભા વોર્ડ (પૂર્વ)નો હિસ્સો વટવામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા બાદ વટવામાં મતદારોની સંખ્યા વધી છે. શહેરના વાસણા વિસ્તારમાં મતદારોની સંખ્યા ૪૬૭૦૦ છે. જે ૪૮ વોર્ડમાં સૌથી ઓછા મતદાર વાસણામાં છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top