National

રામ મંદિરના નિર્માણ માટે 5 લાખ ગામમાંથી ભંડોળ એકત્ર કરાશે

ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની ભગીની સંસ્થાઓના કાર્યકરોની ૩ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક ગુરુવારે પૂર્ણ થઈ હતી. તા.5થી 7 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ સમન્વય બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત અનેક અગ્રણીઓએ બેઠકમાં ભાગ લીધો હતો.

તા.5થી 7 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠકમાં ગુરુવારે અંતિમ દિવસે જુદા જુદા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન 5 લાખ ગામનાં 10 કરોડથી વધુ ઘરોમાં અયોધ્યા ખાતે નિર્માણ થનાર રામમંદિર માટે સહયોગનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધે એ માટે મહોલ્લા પાઠશાળાના માધ્યમથી શિક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.

આ બેઠક દરમિયાન કોરોના મહામારીનો પડકાર, સમાજમાં આત્મનિર્ભરતા, સ્વરોજગારી, કૌશલ વિકાસને સમાજનું આંદોલન બનાવવામાં આવશે, તે માટેની ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ કાર્યવાહક ડો.કૃષ્ણગોપાલે જણાવ્યું હતું કે, શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણનો વિષય પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થિતિમાં આવી ગયો છે. એક ભવ્ય મંદિર ઝડપથી બને તેને લઇને દેશ અને દુનિયામાં વાતાવરણ ઊભું થયું છે. દેશભરમાં શ્રીરામ મંદિરના નિર્માણ હેતુ વ્યાપક સંપર્કનું કાર્ય થશે, અને તમામ કાર્યકર્તાઓ દ્વારા શ્રીરામ મંદિરના નિર્માણ માટે 5 લાખથી વધુ ગામોમાં 10 કરોડથી વધુ ઘરોનો સંપર્ક કરશે. અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેને દરેક પરિવારો દ્વારા કઈને કઈ સહયોગ પ્રાપ્ત થશે. આ બેઠકમાં પણ તેની ચર્ચા કરવામાં આવી હતી.

ડો.કૃષ્ણગોપાલે જણાવ્યું હતું કે, સમન્વય બેઠકમાં કોરોના સમયગાળામાં, દેશભરમાં વિવિધ સંગઠનો દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. તેની પરસ્પર માહિતી આપવામાં આવી હતી. જે નવી શિક્ષણ નીતિ આવી છે તેનો બધાયે સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત અલગ વિષયો જેવા કે પર્યાવરણ સંરક્ષણ, જળસંચય, વૃક્ષારોપણ અને પ્લાસ્ટિકથી છૂટકારો મેળવવાની દૃષ્ટિએ દેશમાં પર્યાવરણીય પ્રવૃત્તિઓનું કામ ઝડપથી વધી રહ્યું છે તેના પર વિચાર કરવામાં આવ્યો હતો.

કોરોનાકાળમાં શિક્ષણ માટે યોગ્ય આયોજન કરાયું

કોરોના સમયગાળા દરમિયાન શાળાઓ બંધ હોવાને કારણે, વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરવામાં અસમર્થ હતા, તેમનાં શિક્ષણ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા મહોલ્લા પાઠશાળા અને ઓન લાઇન શિક્ષણ દ્વારા 10,000 જેટલા સ્થળોએ બાળકોને ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યમાં હજારો શિક્ષકો વધારે સમય ફાળવીને કાર્યમાં લાગ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top