Gujarat

વિસાવદરના લેરિયામાં આપના મહેશ સવાણી-ઈશુદાન ગઢવી પર પથ્થરમારો

તાજેતરમાં આપ દ્વારા સોમનાથ મંદિરેથી શરૂ કરાયેલી જન સંવેદના યાત્રા દરમ્યાન આજે વિસાવદરના લેરિયા ગામે આપની કારના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. પાંચથી સાત જેટલી કારના કાચ તોડીને નુકસાન કરાયું છે. જે હુમલો કરાયો તે ભાજપના માણસો દ્વારા કરાયો હોવાનો આક્ષેપ આપના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હોવાથી આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે લોહિયાળ રાજકીય જંગ શરૂ થઇ ગયો છે.

આપના સુરતના અગ્રણી અને સામાજિક કાર્યકર મહેશ સવાણી હાલમાં જુનાગઢમાં પ્રવાસ કરી રહ્યાં છે. જેમાં વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આજે આપ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધવા માટે આપના નેતા ઈશુદાન ગઢવી અને મહેશ સવાણી લેરિયા ગામમાં પહોંચ્યા હતાં. આ સમયે પોલીસ બંદોબસ્ત પણ હતો પરંતુ તેમ છતાં પણ અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ઈશુદાન તેમજ મહેશ સવાણીની ગાડીના કાચ તોડવામાં આવ્યાં હતાં. પથ્થરમારાને કારણે પાંચથી સાત ગાડીના કાચ તૂટી ગયા હતાં. જ્યારે આપના બેને ઈજા થઈ હતી.

ભાજપના ગુંડાઓ દ્વારા અમારી પર હુમલો કરવામાં આવ્યો: ઈશુદાન ગઢવી

આપના ઈશુદાન ગઢવીએ ઘટના અંગે આક્ષેપો કરતાં કહ્યું હતું કે, ભાજપના ખેસ પહેરીને આવેલા કાર્યકરો દ્વારા પાઈપો વડે અમારી પર હુમલો કરવામાં આવ્યો અને ગાડીના કાચ તોડી નાખવાની સાતે એક કાર્યકરને લોહીલુહાણ કરી નાખવામાં આવ્યો છે. બે કાર્યકરોને કુલ ઈજા થઈ છે. અમારી પર ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કરાયો. આ બતાવે છે કે રાજ્યમાં સ્થિતિ ગંભીર છે.

હુમલા અંગે અરવિંદ કેજરીવાલ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું
આ હુમલા અંગે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, ‘અગર ઈશુદાન ઔર મહેશભાઈ જૈસે લોગો પર ગુજરાતમે ખુલેઆમ હમલા હો રહા હૈ તો ગુજરાતમેં કોઈ સુરક્ષિત નહીં હૈ. યે હિંસા આપકી બોખલાહટ હૈ, આપકી હાર હૈ., લોકો કો અચ્છી સહૂલિયતે દેકર ઉનકા દિલ જીતીએ, વિપક્ષ પર હમલા કરાકર ઉન્હે ડરાઈએ મત. યે લોગ ડરને વાલે નહીં.’

Most Popular

To Top