Sports

વિરાટ કોહલી: જન્મદિવસ પર સદી ફટકારનાર 7મો પ્લેયર બન્યો, સચિનની સદીના રેકોર્ડની બરાબર પહોંચ્યો

વિરાટ કોહલીએ (Virat Kohli) 5 નવેમ્બરે પોતાનો 35મો જન્મદિવસ (Birthday) ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર તેણે સદી ફટકારીને એક અનોખો રેકોર્ડ (Record) પોતાના નામે કર્યો હતો. કોહલી પોતાના જન્મદિવસ પર સદી ફટકારનાર વિશ્વનો 7મો ખેલાડી બની ગયો છે. આવું કરનાર તે માત્ર ત્રીજો ભારતીય છે. કોહલી સિવાય વિનોદ કાંબલી અને સચિન તેંડુલકરે પણ પોતાના જન્મદિવસ પર સદી ફટકારી હતી. રવિવારે સાઉથ આફ્રિકા સામેની મેચમાં વિરાટ કોહલીએ 121 બોલમાં અણનમ 101 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીના બેટમાંથી 10 ચોગ્ગા નિકળ્યા હતા. વર્લ્ડ કપમાં પોતાના જન્મદિવસ પર મિશેલ માર્શ અને રોસ ટેલરે સદી ફટકારી હતી. ODIમાં તે તેના જન્મદિવસ પર સદી ફટકારનાર 7મો અને ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.

વિરાટ કોહલીએ વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે તેના બેટથી આ ઐતિહાસિક સદી ફટકારવામાં આવી હતી. તેની શાનદાર ઈનિંગ્સના આધારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 326 રન સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

લિમિટેડ ઓવરમાં વિરાટ કોહલીએ એવો રેકોર્ડ બનાવ્યો જે સચિન તેંડુલકરના નામે પણ નથી. સફેદ બોલની ક્રિકેટમાં વિરાટ કોહલીના નામે 50 સદી છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે સતત 5 સદી ફટકારીને સચિનના વધુ એક રેકોર્ડની બરાબરી કરી લીધી છે. દક્ષિણ આફ્રિકા સામે વિરાટ કોહલીની આ 5મી સદી હતી.

વિરાટ કોહલીના નામે 12 ટેસ્ટ રાષ્ટ્રની ટીમો સામે ODI ક્રિકેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ છે. વિરાટ કોહલીએ પોતાના નામે 49 સદી નોંધાવી છે. વનડેમાં પોતાની 49મી સદી સાથે વિરાટ કોહલીએ ભારતની ધરતી પર 6 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. વિરાટ કોહલી ICC ODI વર્લ્ડ કપમાં ત્રીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ICCની આ ઈવેન્ટમાં વિરાટે 1573 રન બનાવ્યા છે. આ મામલે સચિન તેંડુલકર 2278 રન સાથે પહેલા સ્થાન પર છે.

શતક બનાવ્યા બાદ કોહલીએ ભગવાનનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે મને રમવાની તક આપવા અને ટીમની સફળતામાં યોગદાન આપવા માટે હું ભગવાનનો આભારી છું. જન્મદિવસ પર આ મહાન સ્થળ પર આટલી મોટી જનમેદની સામે સદી ફટકારવી એ શાનદાર છે.

Most Popular

To Top