વિજય સુવાળાની આપમાં એન્ટ્રી બાદ મહેશ સવાણીનું આવ્યું રહસ્યમયી રિએકશન

ગાંધીનગર: ગુજરાતના (Gujarat) સિંગર વિજય સુવાળા (Vijay suvada) આજે બપોર પછી વિધિવત રીતે ભાજપમાં (BJP) જોડાયા હતા. બીજેપીમાં જોડાવવા પહેલા તેમણે નિવેદન આપ્યું હતું કે તેમને બીજેપી માંથી આંમત્રણ મળ્યું છે, બીજેપીમાં જોડાઈને હું લોકોની સેવા કરીશ. ભાજપમાં જોડાવવા પહેલા તેમણે ઘણા એવા નિવેદન આપ્યા હતા જે બીજેપીમાં જોડાવવા માટેના ઈશારો હતો. વિજય સુવાળા પહેલા આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાયા હતા પરંતુ તેમણે આપ સાથે છેડો ફાડીને બીજેપીનો ખેસ પહેર્યો હતો. વિજય સુવાળા આપ છોડી બીજેપીમાં જતા રહેતા આપના નેતા મહેશ સવાણીએ (Mahesh savani) નિવેદન આપ્યું છે.

હું પાર્ટી માટે સમય આપી શકતો નથી તેથી હું રાજીનામું આપી રહ્યો છું:વિજય સુવાળા
આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ વિજય સુવાળાની ભાજપમાં એન્ટ્રી પર નિવેદન આપતા કહ્યું હતું કે, આપણા દેશમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, જેમણે જ્યાં મરજી હોય, જેમણે જ્યાં વિચારો મેળ ખાતા હોય. તે પ્રમાણે કામ કરતા હોય છે. તેમણે કહ્યું કે, મેં ગઈકાલે જ વિજયભાઈ સાથે વાત કરી હતી, પરંતુ તેમણે જણાવ્યું કે મારી પાસે સમય નથી. હું પાર્ટી માટે સમય આપી શકતો નથી. એટલે હું પાર્ટીમાંથી રાજીનામું આપું છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજકારણમાં આવવું એટલે લોકોની સેવા કરવાનો મોકો મળે. વિજયભાઈ એક કલાકાર છે અને તેઓને તેમના પ્રોગ્રામ અને કાર્યક્રમમાં બિઝી હોવાના કારણે પાર્ટી માટે સમય આપી શકતા નથી. મને મારા કામમાં ડિસ્ટર્નબન્સ થાય છે. ગઈકાલે મને વિજયભાઈએ એવું કહ્યું છે કે મારા પ્રોગ્રામમાં વ્યસ્ત રહું છું, એટલા માટે હું રાજીનામુ આપું છું. પરંતુ આજે ચિત્ર કંઈક અલગ જોવા મળી રહ્યું છે.

વિજય સુવાળા ભાજપનો ખેસ ધારણ કરતાં આપના નેતા મહેશ સવાણીનું નિવેદન
વિજય સુવાળાની ભાજપમાં એન્ટ્રી પર મહેશ સવાણીએ ગોળ ગોળ નિવેદનો આપ્યા હતાં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભવિષ્યમાં જો તમને કોઈ પાર્ટી તરફથી ઓફર આપવામાં આવે તો તમે જોડાશો? આ સવાલ પર તેમણે હાસ્ય કરીને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે અત્યારે આ મુદ્દે હું જવાબ આપી શકું તેમ નથી. આપના નેતા મહેશ સવાણીનું નિવેદન કોઈ સ્ટેન્ડ માટે ક્લિયર જણાતું નહોતું. તેમના નિવેદન સાંભળીને કોઈને પણ અંદાજ આવી શકે છે કે તેઓ ભવિષ્યમાં આપ છોડીને ભાજપ કે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેમણે પાર્ટી છોડવાની પણ વાત કરી હતી, તેમણે કહ્યું કે મને એવું લાગે છે કે મારે તો રાજનીતિ જ છોડી દેવી જોઈએ. કારણ કે હું દીકરીઓ માટે જે કામ કરું છું, તેમાંથી જ વ્યસ્ત રહું છું પાર્ટી માટે સમય પણ મળતો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ AAP તૂટી રહી છે તે વાત ફાઈનલ છે. એટલે કે આવનારા સમયમાં નેતાઓ પક્ષપલ્ટો કરીને આમથી તેમ જઈ શકે છ, તેમાં કોઈ બે મત નથી.

ગુજરાતમાં આગામી થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતેને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એક સમયે ઇસુદાન ગઢવી સાથે સ્ટેજ શેર કરનારા વિજય સુવાળા એક મહિનાની અંદર જ પોતાની વિચારધારા બદલીને આપ સાથે છેડો ફાડીને બીજેપીમાં જોડાયા હતા. ભાજપમાં વિધિવત રીતે જોડાતા તેમણે કહ્યું કે પોતાની યુવાની કેમ બરબાદ કરવી એમ કહી કેસરીયો ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાવા માટે તેમની પાસે કોઇ ખાસ કારણ નથી પણ કયા કારણથી તેઓ જોડાયા તે પણ કહેવા તૈયાર નથી.

Most Popular

To Top