Dakshin Gujarat

વાપી રેલવે ગોદીમાં જૂની અદાવતે યુવકની હત્યા

વાપી: વાપીમાં (Vapi) નજીવી બાબતે યુવાનની હત્યા (Murder) થઇ ગઇ હતી. જેમાં પોલીસે (Police) ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. મનોજ ઉર્ફે ટકલ્યો ફુલચંદ ગુપ્તા ઉંવ.25 રહે.વાપી ધંધો. છૂટક મજૂરી કરતો હતો. મોહંમદ અબ્દુલ મોહમદ એજાજ શેખ મનોજ સાથે અગાઉ ઓળખાણ થઈ હતી. નશાખોર આ બંને યુવક વચ્ચે કોઈ બાબતે ચડભડ થઈ હતી. દરમિયાન વાપી રેલવે સ્ટેશનની પૂર્વમાં આવેલી રેલવે ગોદીના ઉત્તરે ખાલી જગ્યા ઉપર કોઈ જૂની અદાવતને લઈ મનોજ ટકલ્યો અને મોહમદ શેખ વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો.

આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો
જેમાં મનોજ ઉર્ફે ટકલ્યો ફુલચંદ ગુપ્તાએ મોહમદ અબ્દુલ મોહમદ એજાજ શેખના માથાના ભાગે લાકડાનો ફટકો ઉપરા છાપરી મારી ઘટના સ્થળે ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને લઈ લોહીલુહાણ થઈ ગયેલા મોહમદ શેખે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. મોહમદને મોતને ઘાટ ઉતારી મનોજ ટકલ્યો ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ રેલવે પોલીસને થતાં રેલવે પીએસઆઈ વાય.એસ.રાજપૂત અને તેમની ટીમે સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપી હતી. રેલવે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો. હત્યારા મનોજ ઉર્ફે ટકલ્યો ગુપ્તાને તપાસ અધિકારી રાજપૂતે સુરત સિટી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપી ના એક દિવસના રવિવારે સાંજે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

વાંસદાની ૧૯ વર્ષીય યુવતી ભેદી સંજોગોમાં ગુમ
વાંસદા : પોલીસ સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા તાલુકાના ગંગપુર ગામે પાંડુ ફળિયા ખાતે રહેતા લાલસિંગ મગજીભાઈ ભગરિયાની ૧૯ વર્ષીય દીકરી કરીનાબેન ગઇ તારીખ ૨૧/૧૦/૨૦૨૨ ના રોજ રાત્રિના આશરે ૧૧:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી નીકળી હતી. તે મળી નહીં આવતા તેના પિતા લાલસિંગભાઇ એ વાંસદા પોલીસ મથકે ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ આપતા વાંસદા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. કરીનાએ કાળા કલરનો ડ્રેસ પહેરેલ છે અને શરીરે મધ્યમ બાંધણી તથા રંગે ઘઉવર્ણ , ઊંચાઈ આશરે સાડા ચાર ફૂટ અને ગુજરાતી તથા આદિવાસી ભાષા બોલી શકે છે.


Most Popular

To Top