Dakshin Gujarat

વાપીની કેમિકલ કંપનીમાં વિકરાળ આગ, કેમિકલ ડ્રમ ફાટતા અફરા તફરી મચી

વાપી: (Vapi) વાપી જીઆઈડીસી (GIDC) થર્ડ ફેઝના ફોર્ટી શેડ એરિયામાં આવેલી વ્રજ કેમિકલ કંપનીમાં (Chemical Company) મંગળવારની સાંજે ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આગ લાગતા સંચાલકો અને કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગની જાણ તરત જ ફાયર વિભાગને (Fire Department) કરવામાં આવતા વાપી જીઆઈડીસી તથા પાલિકા સહિતની ફાયર ફાઈટરોની ટીમ પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરાયા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે પણ પહોંચી હતી. આગની ચપેટમાં બાજુમાં આવેલી પ્લુટો એલ્યુમિનિયમ કેમિકલ કંપની (Pluto Aluminum Chemical Company) પણ આવી ગઈ હતી.

  • વાપીની કેમિકલ કંપનીમાં આગ લાગ્યા બાદ કેમિકલ ડ્રમ ફાટતા અફરા તફરી મચી
  • આગની ઘટના અને બ્લાસ્ટ થતા બાજુની એલ્યુમિનિયમ કેમિકલ કંપની પણ ચપેટમાં આવી ગઈ
  • મંગળવારની સાંજે કંપનીમાં આગ લાગી હતી જેને પગલે સંચાલકો અને કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી
  • ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડ્યા હતાં

વાપી જીઆઈડીસી થર્ડ ફેઝના ફોર્ટી શેડ વિસ્તારમાં આવેલી વ્રજ કેમિકલ કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતાં. ત્યારે મંગળવારની સાંજે કંપનીમાં આગ લાગી હતી. જેને પગલે સંચાલકો અને કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. જેની જાણ ફાયરને કરવામાં આવતા ઘટના સ્થળે ફાયર ટીમ આવી પહોંચી હતી. કંપનીમાં લાગેલી આગને પગલે કેમિકલના કેટલાક ડ્રમો બ્લાસ્ટ થયા હતાં. જેને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી તો બીજી તરફ ડ્રમ ફાટવાને કારણે કંપનીની આસપાસ ઉભેલા લોકટોળાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. જ્યારે ફાયર ટીમ પણ સાવચેતી રાખી આગ ઉપર કાબુ મેળવવાના બનતા પ્રયાસો કરતી જોવા મળી હતી.

કંપનીમાં આગની ઘટના અને બ્લાસ્ટ થતા બાજુમાં આવેલી પ્લુટો એલ્યુમિનિયમ કેમિકલ કંપની પણ ચપેટમાં આવી ગઈ હતી. બંને કંપનીઓમાં લાગેલી આગને પગલે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડ્યા હતાં. આગની ઘટના બનતા કંપની સંચાલકો દ્વારા બાકી બચેલો માલ-મટિરિયલ પણ સુરક્ષિત સ્થળે હટાવવાની કામગીરી કરી હતી. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ફાયર વિભાગની ટીમ દ્વારા કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

Most Popular

To Top