Dakshin Gujarat

વાપીમાં બે બાઈક સામસામે અથડાતા 24 વર્ષીય યુવકનું મોત

વાપી: (Vapi) વાપીના ચણોદ ગામમાં જીઆઈડીસી (GIDC) સરદાર ચોકથી વિનંતી નાકા તરફ જતા રસ્તા પર સામસામી બાઈક (Bike) અકસ્માતમાં (Accident) ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતાં. જેમાં એકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત (Death) નિપજ્યું હતું. જ્યારે સામેવાળા બાઈક (Bike) સવાર બે ઈસમોને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી

  • વાપીમાં સામસામે બે બાઈક અથડાતા યુવકનું મોત, બે ઘાયલ
  • વાપી GIDC સરદાર ચોકથી વિનંતી નાકા તરફ જતા રસ્તા પર ડાયનામિક કંપની સામેના માર્ગ પર અકસ્માત

વાપીના ચણોદ ગામ, દેસાઈવાડમાં દિક્ષિત રમેશભાઈ પંચાલ (ઉં.આ.26) અને નાનો ભાઈ કશ્યપ પંચાલ (ઉં.આ.24) સાથે રહે છે. નાનો ભાઈ કશ્યપ જેણે એમબીએનો અભ્યાસ કરેલો હતો અને તે વાપી જીઆઈડીસીમાં આવેલી અર્સ કંપનીમાં નોકરી કરતો હતો. ગત તારીખ 15-3-23 ના રોજ તેઓ બાઈક નં. જીજે-15 ડીએચ-7001 લઈ વાપી જીઆઈડીસી સરદાર ચોકથી વિનંતી નાકા તરફ જતા હતા ત્યારે ડાયનામિક કંપની સામેના માર્ગ પર સામેથી આવી રહેલી બાઈક નં. જીજે-15 ઈએ-3390 સાથે અકસ્માત સર્જાયો હતો. સામસામી બાઈક અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતાં. જેમાં કશ્યપને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે સામેવાળા બાઈક સવાર બે ઈસમોને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી અને તેઓને તરત જ 108 એમ્બ્યુલન્સ સેવા આપી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જે બનાવ અંગેની ફરિયાદ કશ્યપના મોટા ભાઈ દિક્ષિત પંચાલે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી.

વલવાડા હાઇવે ઉપર ટેમ્પો ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત
ઉમરગામ : ભીલાડ નજીક વલવાડા હાઇવે ઉપર ટેમ્પો ઝાડ સાથે અથડાતા ચાલકનું કરુણ મોત નીપજ્યાનો બનાવ બન્યો હતો. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મંગળવારે સાંજના પોણા ચારેક વાગ્યાના સુમારે મુંબઈથી વાપી તરફ જતા રોડ ઉપર વલવાડા વેલકમ માર્બલની સામે‌ એક આઈસર ટેમ્પો નંબર એમ.એચ.04-જી.સી -9504 ચાલાક રવિ યન્કપ્પા લમાની (ઉ.વ 24 રહે કર્ણાટક જી.બેગલુરૂ) પોતાનો ટેમ્પો પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવી રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાતા તેનું મોત નીપજવા પામ્યું હતું. આ બનાવ અંગે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top