Business

સુરતના જમીન દલાલને પ્લોટનો દસ્તાવેજ નહીં કરી આપે તો ટાંટિયા તોડી નાખવાની ધમકી મળી

સુરતઃ (Surat) ભટાર ખાતે રહેતા જમીન દલાલને (Land Broker) ફોન ઉપર નિકુલ નામના વ્યક્તિએ પીપોદરા સ્થિત પ્લોટનો દસ્તાવેજ નહીં કરી આપે તો ટાંટિયા તોડી નાખવાની ધમકી (Threat) આપી હતી. તથા ૧૫ દિવસ પહેલા રેંજ આઈજીને મળીને આવ્યો છું જો દસ્તાવેજ (Document) નહીં કરે તો ૪૨૦ની ફરિયાદ કરી રાતે ઉપાડી જઈશ તેવી ધમકી આપી ગયો હતો. ખટોદરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • રેંજ આઈજીને મળીને આવ્યો છું જો દસ્તાવેજ નહીં કરે તો ૪૨૦ની ફરિયાદ કરી રાતે ઉપાડી જશે
  • ફોન ઉપર જમીન દલાલના પુત્રને પણ ધમકીઓ અપાઈ
  • ભટારના જમીન દલાલને પીપોદરાના એક પ્લોટનો દસ્તાવેજ નહીં કરે તો હાથ ટાંટિયા તોડી નાંખવાની ધમકી
  • મહેશભાઈને તમારા છોકરાને ઉપાડી જઈશ તે કયાં કામ કરે છે તેની મને ખબર છે તેવી ફોન ઉપર ધમકી આપી હતી
  • ફોન કરનારે પોતે નિકુલ બોલતો હોવાનું અને મહેશકુમારને કાલે મળવાનું હોવાનું કહ્યું હતું

ભટાર ખાતે ક્રિષ્ના કોપલેકસમાં રહેતા ૫૮ વર્ષીય મહેશકુમાર કાશીપ્રસાદ ચિરાનીયા જમીન દલાલીનું કામ કરે છે. ગત ૧૪ માર્ચે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે નિકુલ બોલતો હોવાનું અને મહેશકુમારને કાલે મળવાનું હોવાનું કહ્યું હતું. જોકે મહેશભાઈએ કાલે નહીં અઠવાડિયા પછી મળીશ જે કામ હોય તે બોલો તેવું કહેતા આ નિકુલે રૂબરૂ મળીને વાત કરીશ તેમ કહ્યું હતું. બાદમાં ઉશકેરાઈને મહેશભાઈને ગાળો આપી ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી. અને મહેશભાઈને તમારા છોકરાને ઉપાડી જઈશ તે કયાં કામ કરે છે તેની મને ખબર છે. તેના પણ ટાંટિયા પણ તોડી નાંખીશ તેવી ફોન ઉપર ધમકી આપી હતી.

નિકુલ કાનાણીનો આશરે પંદર દિવસ પહેલા બપોરે મહેશભાઈના ધરે ગયો હતો. અને તેને જયંતીભાઇએ મોકલ્યા હોવાનું કહ્યું હતું. અને પીપોદરા ખાતે આવેલા પ્લોટનો હવાલો જયંતીભાઇએ તેને આપ્યો છે. જેથી તે પ્લોટનો દસ્તાવેજ કરી આપો. આઠ દિવસનો ટાઇમ આપું છું. નહીંતો રેન્જ આઇજી સાથે મળીને આવ્યો છું. જો દસ્તાવેજ નહીં કરી આપે તો તારા વિરુધ્ધમાં ૪૨૦ની ફરિયાદ કરી રાતના ઉપાડી લઈ જશે તેવી ધમકી આપી હતી. મહેશભાઈએ આ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top