Gujarat

રાજ્યમાં બે વર્ષમાં 11 સફાઈ કામદારોના મૃત્યુ અન્વયે 110 લાખની સહાય ચૂકવાઇ

ગાંધીનગર: રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં ગટરમાં સફાઈ (Cleaning in drains) કરવા ઉતરેલા સફાઈ કામદારોના મૃત્યુ (Death) અંગે રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ, નગર પાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં ગટરમાં ઉતરીને સફાઈ ન કરવા પ્રતિબંધ મૂકવા માર્ગદર્શક સૂચનાઓ પણ છે.

વિધાનસભામાં રાજ્યમાં ગટરમાં ઉતરીને સફાઈ કરતાં કામદારના મૃત્યુ અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રી બાબરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પ્રત્યેક સફાઈ કામદારના મૃત્યુ દીઠ રૂપિયા ૧૦ લાખ લેખે કુલ ૧૧ કામદારોના પરિવાર જનોને રૂ.૧૧૦ લાખની સહાય ચૂકવાઈ છે.

સફાઈ કર્મીઓને અસ્વચ્છ કામમાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ માટે રાજ્યમાં સફાઈ કામદાર વિકાસ નિગમ કાર્યરત છે. જેના દ્વારા સફાઈ કર્મીઓને સલામતીના સાધનો તથા લોન આપવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં ૪ થી ૬ ટકાના દરે વ્યાજ સહાય અપાય છે, અને રૂપિયા ૩૦ થી ૭૫ હજાર સુધીની સબસીડી પણ રાજ્ય સરકાર આપે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે સફાઈ કર્મીઓનું મૃત્યુ ગટરમાં ઉતરીને કામ કરવાથી થયું હોય તેને રૂ.૧૦ લાખની મૃત્યુ સહાય ચૂકવવામાં આવે છે.

Most Popular

To Top