National

વંદે ભારતમાં ખરાબ ખોરાકનો વીડિયો વાયરલ થયો, IRCTCએ ટ્વિટર પર આપ્યો જવાબ

નવી દિલ્હી: વંદે ભારત ટ્રેનની (Vande Bharat Train) ગણતરી દેશની પ્રીમિયમ ટ્રેનોમાં થાય છે. દરેક વ્યક્તિ તેની સુંદરતા વ્યવસ્થા (Arrangement) અને ગતિના (Speed) વખાણ કરે છે. પરંતુ હાલમાં આ ટ્રેનનો (Train) એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને વંદે ભારતમાં મળતા ફૂડ (Food) વિશે ફરિયાદ છે. આ વીડિયો ટ્વિટર યુઝર @kapsology દ્વારા શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે યાત્રીઓ ભોજનને લઈને નાખુશ દેખાય છે. @kapsology દ્વારા કરવામાં આવેલ ટ્વિટમાં બે વીડિયો જોઈ શકાય છે. એક વીડિયોમાં યાત્રી ભોજનને લઈને ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. જ્યારે બીજા વીડિયોમાં ફૂડ દેખાઈ રહ્યું છે અને કોઈનો અવાજ સંભળાઈ રહ્યો છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે શાકમાંથી દુર્ગંધ આવે છે અને દાળ ખરાબ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર IRCTCએ પ્રતિક્રિયા આપી છે. IRCTCએ કોમેન્ટ સેક્શનમાં ટ્રેનનો PNR નંબર અને ફરિયાદીનો મોબાઈલ નંબર માંગ્યો છે. IRCTCએ કહ્યું છે કે તમે તમારો PNR નંબર અને મોબાઈલ નંબર શેર કરો જેથી કરીને આ મામલે તપાસ થઈ શકે અને કાર્યવાહી થઈ શકે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોના મૂળની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

અન્ય લોકોએ પ્રતિક્રિયા આપી
એક વ્યક્તિએ લખ્યું, “આ વિક્રેતાઓને સખત સજા થવી જોઈએ અને તેમને નોકરીમાંથી કાઢી મૂકવું જોઈએ. સાચું કહ્યું તેમ આ ખરાબ અને અનૈતિક વિક્રેતાઓ ખરેખર અમારી ખૂબ જ પ્રિય વંદે ભારત બ્રાન્ડનું નામ બગાડી રહ્યા છે. તેમને બર તરફ કરો.”

બીજા યૂઝરએ કહ્યું, “રાજધાની પર પણ આવી જ સ્થિતિ છે. આ ટ્રેન માટે જો તમે પ્લેટફોર્મ પર ઉભા છો અને જો કોઈ મેલ એક્સપ્રેસ ટ્રેન તેની પાસેથી પસાર થાય છે. તો પ્લેટફોર્મ પર ટ્રન દ્વારા છોડવામાં આવતી દુર્ગંધ અસહ્ય બની જાય છે. આ સાથે જ ઘણી ટ્રેનો ગંદી છે. ટ્રેનોમાં સફાઈ થતી નથી અને અમને સ્વચ્છતા પર પ્રવચનો આપવામાં આવે છે.”

Most Popular

To Top