Dakshin Gujarat

મહિલાઓએ 100 નંબર ઉપર કોલ કર્યો, પોલીસે જવાબ આપ્યો- ‘અરજી કરવી હોય તો પોલીસ સ્ટેશને આવો’

વલસાડ: (Valsad) વલસાડ તાલુકાના વાંકલ ગામે એક કંપનીના વોચમેને (Watchman) મહિલાઓની સામે પોતાનું પેન્ટ ઉતારીને બિભત્સ ચેનચાળા કર્યા હોવાની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે (Police Station) આપી છે. જોકે મહત્વની વાત એ છે કે આ ઘટના અંગે મહિલાઓએ 100 નંબર ઉપર 5 થી 6 કોલ (Call) કર્યા હતા. પોલીસે ફોન ઊંચકીને જણાવ્યું હતું કે તમારે અરજી કરવી હોય તો પોલીસ સ્ટેશને આવો.

  • ‘તમારે અરજી કરવી હોય તો પોલીસ સ્ટેશને આવો’
  • વલસાડના વાંકલ ગામે કંપનીના વોચમેને મહિલાઓ સામે બિભત્સ ચેનચાળા કરતા ફરિયાદ
  • કંપનીના વોચમેને બિભત્સ ચેનચાળા કરતા મહિલાઓએ 100 નંબર ઉપર 5 થી 6 કોલ કરતા પોલીસે જવાબ આપ્યો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના વાંકલ ગામે મેરીટ પોલીમર્સ નામની કંપની બની રહી છે. ગતરોજ કંપનીનું કામ ચાલુ હોય ગામની મહિલાઓ મજૂરોને સમજાવવા માટે ગઈ હતી. ત્યારે કંપનીના વોચમેન આશિષે મહિલાઓ સામે પોતાનું પેન્ટ ઉતારીને બિભત્સ ચેનચાળા કરવા લાગ્યો હતો, એવું મહિલાઓનું કહેવું છે. જે અંગે મહિલાઓએ 100 નંબર ઉપર 5 થી 6 કોલ કર્યા હતા. પોલીસે ફોન ઊંચકીને જણાવ્યું હતું કે તમારે અરજી કરવી હોય તો પોલીસ સ્ટેશને આવો. ગ્રામજનો મોડીરાત્રે મોટી સંખ્યામાં હાજર હોય જેથી કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસ કાફલો, કંપનીના માણસોને બચાવવા માટે પહોંચી ગયા હતા. જે અંગે ચાર જેટલી મહિલાઓએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી હતી.

ચાઈનીઝ દોરો રાખી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે બે જણા સામે ગુનો નોંધ્યો
વલસાડ : વલસાડના મોગરાવાડી અને શેઠીયા નગરમાં ચાઈનીઝ દોરો રાખી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે બે જણા સામે ગુનો નોંધ્યો છે. પોલીસ સુત્રો પાસેની મળતી માહિતી મુજબ મકરસંક્રાંતિ પહેલાં ચાઈનીઝ દોરાઓથી કેટલાય બાઈક ચાલકોના ગળા કપાઈ રહ્યા છે, પક્ષીઓના પણ ગળા કપાઈ રહ્યા છે. જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જે તે દુકાનદારો ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય એમની સામે ગુનો દાખલ કરવા માટે પણ આદેશ કરાયા છે. વલસાડના શેઠીયા નગરમાં રહેતો હર્ષિલ સૂર્યબલી પ્રજાપતિ પતંગની દુકાન ચલાવે છે. જેમાં 30 જેટલી ચાઈનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા. જેની કિં.રૂ. 9 હજાર થાય છે. જ્યારે મોગરાવાડીના મણીનગરમાં ગુરુ ડીજેની ઓફિસની સામે મુકેશ પ્રહલાદ વાઘરી પણ પતંગની દુકાન ચલાવતો હોય પોલીસે રેડ કરતા તેની દુકાનમાંથી ચાઈનીઝ દોરીના રીલ નંગ 60 જેની કિં.રૂ.12,000 મળી આવ્યા હતા. આ બંને વેપારીઓએ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હોય પોલીસે એમની સામે ગુનો દાખલ કર્યો છે.

Most Popular

To Top