National

BJPમાં આ નેતા કંઈક એવું બોલી ગયા કે હવે શરુ થઇ ગયો વિવાદ,જીભ લપસી કે પછી…

નવી દિલ્હી : યુપીના ગાઝિયાબાદમાં (Ghaziabad) ભાજપના (BJP) ધારાસભ્ય (MLA) નંદકિશોર ગુર્જર (Nandkishore Gurjar) ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે. હવે તેઓ તેમણે આપેલા વિવાદસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. ધારાસભ્ય ગુર્જરે જણાવ્યું હતું કે જો કોઈ વીજળી વિભાગનો કર્મચારી હોવાનું જણાવીને કોઈ ખોટો માણસ બળજબરીથી ઘરમાં ઘૂસી જાય તો તેને સ્થળ પર જ મારી નાખો. તમે લોકો જો તેની હત્યા કરી શકતા ન હોવ તો પછી મને બોલાવજો હું તેને મારી નાખીશ.આવા બેહૂદા બફાટથી હવે વિરોધી પક્ષને મુદ્દો મળી ગયો છે. આવું નિવેદન તેમને જાહેરમાં આપ્યું હતું.

વીજ કર્મચારીઓ તેમના ઘરોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે
લોનીના એક વિસ્તારમાં ઘટના બની હતી .પ્રાપ્ત જાણકારી અનુસાર વીજળી વિભાગે મીટર ચેકિંગ માટે અભિયાન શરૂ કર્યું છે. આ દરમિયાન ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે વીજ કર્મચારીઓ તેમના ઘરોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જ્યારે એક મહિલા સ્નાન કરી રહી હતી ત્યારે ઈલેક્ટ્રીશિયનો ઘરમાં ઘુસી ગયા અને તેને બાથરૂમમાં બંધ કરી દીધી. વીજ કર્મચારી અને તેની સાથે આવેલા કેટલાક લોકો બળજબરીથી એક ઘરમાંથી રૂ. 1.5 લાખ ઉપાડી ગયા હતા.

વીજ વિભાગનો રદિયો આવી કોઈ ટિમ અમે નથી મોકલી
લોકોએ જણાવ્યું કે ઘરમાં ઘૂસી ગયેલા વીજ કર્મચારીઓએ વીજળીનું કનેક્શન કાપી નાખવાની અને કેસ કરવાની ધમકી પણ આપી હતી. માહિતી મળતા જ નંદકિશોર ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યારે તેમણે વીજળી વિભાગને ફોન કર્યો તો તેમને કહેવામાં આવ્યું કે વીજ વિભાગ તરફથી આવી કોઈ ટીમ મોકલવામાં આવી નથી.

ધારાસભ્યએ કહ્યું- તેમને બાંધીને ધોલાઈ કરવાનું કામ કરો
ધારાસભ્ય નંદકિશોરે કહ્યું હતું કે “હું જનતાને અપીલ કરું છું કે તેમને બાંધીને ધોલાઈ કરવાનું કામ કરો. જે લોકો આવે છે, જો તેઓ નકલી હોય તો તેમને પકડીને બેસાડી દો. જો તેઓ નકલી હોય તો જનતાએ તેમને સ્થળ પર જ મારી નાખવા જોઈએ. પછી જે થશે એ હું જોઈ લઈશ. જો કોઈ કેસ હશે તો હું મારી વિરુદ્ધ દાખલ કરાવીશ, પણ જો કોઈ લૂંટારાઓ લોકોના ઘરમાં ઘૂસીને લૂંટ કરે તો તે જઘન્ય અપરાધ છે. જો કોલોનીના લોકો તેની હત્યા કરી શકતા નથી, તો મને બોલાવો, હું તેમની હત્યા કરીશ.”

ત્યાર પછી ધારાસભ્ય ગુસ્સે ભરાઈને આગ બાબુલ થઇ ગયા હતા. આ પછી તેણે જનતાને કહ્યું કે જો આવા લોકો ઘરમાં ઘૂસે તો જનતાએ તેમને સ્થળ પર જ મારી નાખવા જોઈએ અને પછી જે થાય તે હું જોઈ લઈશ. ગયા વર્ષે ઓગસ્ટમાં ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

Most Popular

To Top