Dakshin Gujarat

વલસાડ: વૈશાલી હત્યા કેસનું કાવતરું રચનારી ગર્ભવતી બબિતાએ બાળકી ને જન્મ આપ્યો

વલસાડ: વલસાડના ચકચારી એવા વૈશાલી મર્ડર કેસની મુખ્ય આરોપી એવી 9 માસની ગર્ભવતી બબિતાના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે તેને કોર્ટ કસ્ટડીમાં નવસારી સબ જેલમાં મોકલી આપી હતી. ત્યારે તેની પ્રસૂતિના દિવસો ખૂબ જ નજીક હતા. ત્યારે ગત રોજ મુખ્ય આરોપી બબિતાની પ્રસૂતિ થઈ હતી અને તેણે એક પુત્રીને જન્મ આપ્યો છે.

  • વલસાડના ચકચારી હત્યા કેસની આરોપીએ બાળકીને જન્મ આપ્યો
  • વૈશાલી મર્ડર કેસની મુખ્ય આરોપી બબીતા 9 માસ ગર્ભવતી હતી
  • હત્યા કેસમાં બબીતા નવસારી સબજેલ માં હતી
  • આરોપી બબીતાએ એક પુત્રીને જન્મ આપ્યો

9 માસનો ગર્ભ હોવા છતાં વલસાડની બબિતા કૌશિકે રૂ. 25 લાખ પરત ન આપવા પડે એ માટે રૂ. 8 લાખની સોપારી આપી પોતાની મિત્ર વૈશાલી બલસારાની હત્યા કરાવી હતી. જેના માટે બબિતાએ કોન્ટ્રાક્ટ કિલરનો સંપર્ક કર્યો અને તેમની પાસે આ કામ કરાવ્યું હતુ. જેના ખુલાસા બાદ પોલીસને પુરાવા એકત્ર કરવા બબિતાના કુલ 5 દિવસના રિમાન્ડ મળ્યા હતા. ત્યારબાદ તેને નવસારી સબ જેલમાં જયુડિશ્યલ કસ્ટડીમાં મોકલી અપાઇ હતી. જ્યાં ગતરોજ તેને પ્રસુતિની પીડા ઉપડતાં તેને હોસ્પિટલમાં લઇ જવાની હતી જ્યાં તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. હાલ તને હોસ્પિટલમાં રખાશે ત્યારબાદ તેને ફરીથી જેલમાં લઈ જવા છે.

આ કેસમાં વલસાડ નો જ નથી પરંતુ ભારતનો રેર ઓફ ધ રેર કેશ છે. જેમાં 9 માસની ગર્ભવતી મહિલા આરોપી બની હતી.
કોઈ પણ કેસમાં કોઈ મહિલા જ્યારે જેલમાં જાય તો તેનું 5 વર્ષથી ઓછી બાળક તેની માતા સાથે જ રહેતું હોય છે. બાળકને પાંચ વર્ષ સુધી તેની માતાથી અલગ ન કરી શકાય. ત્યારે જેલવાસ દરમિયાન પણ બાળક માતા સાથે જ રહેશે. આ કેસમાં પણ આવું જ કંઈ થશે અને બબીતાની બાળકી એ જન્મથી જ જેલમાં ઉછરવું પડશે.

ઉલ્લેખનીય છે કે વલસાડની સિંગર મહિલા વૈશાલી બલસારાની હત્યા તેની જ મિત્ર બબિતાએ જ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પૈસાની બાબતમાં આ હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ જાણવા મળ્યું કે હત્યાના સમયે બબીતા વૈશાલીની કારમાં હાજર હતી. અને તેણે કોન્ટ્રાકટ કિલર પાસે વૈશાલીની હત્યા કરાવી હતી. તમને જણાવી દઈએ કે કેસમાં ઝડપાયેલી પ્રેગ્નેટ બબીતા કૌશિક રિમાન્ડ દરમ્યાન કોરોના સંક્રમિત જાહેર થઈ હતી. 3 દિવસ પહેલા કોરોનાની સારવાર પૂર્ણ કરી બબીતાની નવસારી જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી હતી. આજે બબીતાની નવસારી જેલમાં લેબર પેઇન થતા બબીતા કૌશિકને નવસારીની M G જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં હતી. જ્યાં બબીતાએ એક બાળકીને જન્મ આપ્યો હોવાનું ફરજ ઉપરના તબીબીએ જણાવ્યું હતું.

Most Popular

To Top