વલસાડ જિલ્લામાં કોરોનાની સતત ચોથા દિવસે ટ્રિપલ સેન્ચુરી, બેના મોત

વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં સતત ચોથા દિવસે બુધવારે કોરોનાએ ત્રિપલ સેન્ચુરી મારી છે. બુધવારે અત્યાર સુધીના એક જ દિવસમાં હાઈ એસ્ટ 387 કેસ નોંધાયા છે. અને સારવાર હેઠળના 217 લોકો સાજા (Recover) થયા હતા. જોકે વલસાડ અબ્રામા વલસાડના 92 વર્ષના વૃદ્ધ અને ટુકવાડા પારડીના 32 વર્ષના પુરુષ દર્દીનું (Patient) મોત નીપજ્યું હતું. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ બાદ નક્કી થશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 9709 કેસ નોંધાયા છે, જે પૈકી 7198 સાજા થયા છે. જ્યારે 2037 સારવાર હેઠળ છે.

બુધવારે નોંધાયેલા કેસોમાં સુખાલા સરકારી દવાખાનાનો તબીબ, વલસાડ પારડીનો ખાનગી તબીબ, જી.એન.એમ હોસ્ટેલ વલસાડ, સી.એચ.સી નર્સિંગ હોસ્ટેલ નાનાપોંઢા, ઉમરગામ હિંદુસ્તાન પેન્સિલસ, સી.એચ.સી ઉમરગામ, ભિલાડ પોલીસ લાઈન, વલસાડ પો.હે. ક્વાર્ટસ, વાપી ખાનગી હોસ્પિટલ સહિતમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે.

1 વર્ષથી લઈ 17 વર્ષ સુધીના 17 બાળકોને કોરોના
જિલ્લામાં બુધવારે નોંધાયેલા કેસમાં 17 બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમાં 1 વર્ષથી લઈ 17 વર્ષ સુધીના બાળકોનો સમાવેશ થાય છે. નોંધાયેલા કેસોમાં માત્ર 1 વર્ષથી 10 વર્ષ સુધીના 10 બાળકોનો પણ સમાવેશ થાય છે. નોંધનીય બાબત એ છે કે ગામડાઓના મહત્તમ બાળકો હવે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.

  • જિલ્લામાં બુધવારે નોંધાયેલા કેસ
  • તાલુકો કેસ
  • વલસાડ 192
  • પારડી 60
  • વાપી 66
  • ઉમરગામ 25
  • ધરમપુર 23
  • કપરાડા 21

વઘઇમાં 4 અને આહવા તાલુકામાં 3 મળી ડાંગમાં કોરોનાના કુલ 7 કેસ
સાપુતારા : ડાંગ જિલ્લામાં આજે વઘઇ તાલુકામાં 4 અને આહવા તાલુકામાં 3 કેસ મળી કુલ 7 પોઝિટિવ કેસો નોંધાતા સ્થિતિ ચિંતાજનક બની છે. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં વર્ષ 2022ની શરૂઆતની સાથે કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે. ત્રીજી લહેરમાં ડાંગ જિલ્લામાં દિન પ્રતિ દિન કેસોમાં વધારો નોંધાતા સ્થિતિ ચિંતાજનક બની છે. આજરોજ ડાંગ જિલ્લામાં વઘઇ તાલુકામાં ભેંડમાળ ગામનો 37 વર્ષીય યુવાન, સિલોટમાળનો 43 વર્ષીય પુરૂષ, બોન્ડારમાળનો 25 વર્ષીય યુવાન, સાકરપાતળની 23 વર્ષીય યુવતી, જ્યારે આહવાની 23 વર્ષીય યુવતી, 44 વર્ષીય મહિલા અને 44 વર્ષીય પુરૂષનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા આ તમામને ક્વોરન્ટાઈન કરી વધુ તજવીજ હાથ ધરી હતી. આ સાથે ડાંગ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 724 પર પહોચ્યો છે. જેમાંથી 703 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. આજનાં કેસ સાથે ડાંગ જિલ્લામાં 21 કેસો એક્ટિવ નોંધાઇ છે.

Most Popular

To Top