વલસાડ- ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ છવાતા શીત લહેર

સાપુતારા, વલસાડ : ડાંગ (Dang) જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં શીત લહેર (cold wave) વ્યાપી જવા પામી હતી. વાદળછાયા વાતાવરણનાં (Cloudy atmosphere) પગલે ગામડાઓમાં દિવસભર ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું. જ્યારે વલસાડ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં રવિવાર શહેરમાં ધુમ્મસીયુ (fog) વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે ખેડૂતોને (farmer) કેરીના પાકમાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

ભારતીય હવામાન વિભાગની (Indian Meteorological Department) આગાહીનાં પગલે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારે કમોસમી વરસાદનાં (Rain) ઝાપટા પડ્યા હતા. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં રવિવારે સતત બીજા દિવસે પણ વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં શીત લહેર પ્રસરી જવા પામી હતી. રવિવારે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાતાવરણનાં પલટામાં દિવસભર વાદળોએ ઘેરાવો ભરતા સમગ્ર પંથકોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતુ.

ડાંગ જિલ્લામાં રવિવારે દિવસ દરમ્યાન ઠંડીનું પ્રમાણ વધતા ડાંગી જનજીવનને તાપણાનો સહારો લેવો પડ્યો હતો. ગિરિમથક સાપુતારા (Saputara) ખાતે પણ ફૂલ ગુલાબી ઠંડીનું મોજુ ફરી વળતા જોવાલાયક સ્થળોમાં ટેબલ પોઈંટ, સનરાઈઝ પોઈંટ તથા રોઝ ગાર્ડન શીત લહેરમાં રમણીય ભાસી ઉઠ્યા હતા. રવિવારે ગિરિમથક સાપુતારા ખાતે ફૂલ ગુલાબી ઠંડીમાં ફરવા આવેલા પ્રવાસીઓએ બોટીંગ, પેરાગ્લાયડીંગ, રોપવે સહિત એડવેન્ચર એક્ટિવિટીઓનો આસ્વાદ માણ્યો હતો.

નવસારીમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રી નોંધાયું
નવસારીમાં આજે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી અને મહત્તમ તાપમાન 7.5 ડિગ્રી ગગડ્યું હતું. જ્યારે દિવસે વાદળછાયુ વાતાવરણ રહેતા ફૂંકાયેલા પવનોએ ઠંડીનો અહેસાસ કરાવ્યો હતો. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 18.0 ડિગ્રી, મહત્તમ તાપમાન 29.0 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 % ટકા રહ્યું હતું.

નવસારીમાં ગત બુધવારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ રહ્યું હતું. સાથે જ મહત્તમ તાપમાન પણ 31 ડિગ્રીએ રહ્યું હતું. જોકે ત્યારબાદ ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થયો હતો. તો બીજી તરફ ગત રોજ મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો નોંધાઈ રહ્યો હતો. પરંતુ વાદળછાયા વાતાવરણમાં ગત રોજ વરસાદી છાંટા પડતા ઠંડક વર્તાઈ હતી. જોકે આજે રવિવારે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. આજે રવિવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 7.5 ડિગ્રી ગગડીને 25 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 46 ટકાએ રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનોએ દિશા બદલતા ઉત્તર-પૂર્વ દિશાએથી 4.1 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

વલસાડમાં 18 ડિગ્રી, નવસારીમાં મહત્તમ તાપમાન સાડા સાત ડિગ્રી ગગડ્યું
નવસારીમાં આજે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી અને મહત્તમ તાપમાન 7.5 ડિગ્રી ગગડ્યું હતું. નવસારીમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે દિવસે વાદળછાયુ વાતાવરણ રહેતા ફૂંકાયેલા પવનોએ ઠંડીનો અહેસાસ કરાવ્યો હતો. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 18.0 ડિગ્રી, મહત્તમ તાપમાન 29.0 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 % ટકા રહ્યું હતું.

Most Popular

To Top