Dakshin Gujarat

વલસાડમાં એટીએમની કેબીનમાં ગયેલી મહીલાની પ્લાસ્ટિકની થેલી બ્લેડ વડે કાપી

વલસાડ : વલસાડના (valsad) નાના ખત્રીવાડમાં આવેલી બીઓબીમાંથી (BOB) બહેને પોતાના ભાઈના લગ્ન (Marriage) માટે રૂ.50 હજાર ઉપાડ્યા હતા. બહેન બેંકના એટીએમમાં પાસબુકમાં (Passbook) એન્ટ્રી (Entry) પાડવા જતા ત્યાં ઊભેલી બે મહિલાએ (Women) બહેનની નજર ચૂકવી પ્લાસ્ટીકની થેલી કાપીને રૂ.50 હજારની ચીલઝડપ કરી ગયા હતા. ઘરે ગયા બાદ થેલીમાંમાં પૈસા નહીં મળતાં બહેન ચોંકી ગઈ હતી. બીઓબીના એટીએમના (ATM) સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કરતા એક મહિલા ચોરી કરતી હોવાની સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જે અંગેની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

  • રૂ.50 હજારની ચીલઝડપ
  • વલસાડમાં ભાઈના લગ્ન માટે બેંકમાંથી નાણાં ઉપાડવા ગયેલી મહિલાને વાતમાં પાડી બે મહિલા છેતરી ગઈ
  • ઘરે જઈને થેલીમાં પૈસા જોતા થેલી કાપેલી હાલતમાં દેખાઈ, અંદર પૈસા ન હતા
  • ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ નજીકના કોસંબા ગામે રહેતી વનીતા રમેશ ટંડેલનું બેંક ખાતુ વલસાડના નાના ખત્રીવાડમાં આવેલી બીઓબી બેંકમાં છે. માર્ચમાં ભાઈના લગ્ન હોવાથી ગતરોજ નાનીખત્રીવાડમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાંથી વનીતાબેને રૂ.50,000 રોકડા ઉપાડ્યા હતા. પાસબુકમાં એન્ટ્રી પાડવા માટે બાજુમાં આવેલા એટીએમ કેબીનમાં ગયા હતા. તે દરમિયાન બાજુમાં ઉભેલી એક મહિલા અને યુવતીએ વનીતાબેન પાસે બોલપેનની માગણી કરી હતી. દરમિયાન બાજુમાં ઉભેલી મહિલાએ વનીતા બેનને વાતમાં પાડી હતી. જેમાંથી એક યુવતીએ વનીતાબેનના હાથમાં રાખેલી પ્લાસ્ટિકની થેલી બ્લેડ વડે કાપીને રૂ.50 હજાર સેરવી લીધા હતા. ત્યારબાદ વનીતાબેન ઘરે જતા રહ્યા હતા. ઘરે જઈને તેણે થેલીમાં પૈસા જોતા થેલી કાપેલી હાલતમાં દેખાઈ હતી. અંદર પૈસા ન હતા. જેથી વનીતાબેન પણ ચોંકી ગયા હતા. વનિતાબેન તેમના પરિવાર સાથે તાત્કાલિક વલસાડની બીઓબી બેંકમાં પહોંચી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા એક યુવતી થેલી કાપીને પૈસાની ચીલઝડપ કરતી હોવાની સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે અંગે પરિવાર જનોએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top