Gujarat

વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં 1300 પથારીની સુવિધા સાથે હોસ્પિટલ કાર્યરત

ગાંધીનગર: આ બજેટમાં (Budget) રાજ્યભરની તમામ મેડિકલ કોલેજ (Medical College) તેમજ સરકારી સિવિલ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સર્વિસિઝ વધુ સરળતાથી મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું છે. નેશનલ મેડિકલ કાઉન્સિલના ધારાધોરણો મુજબ ૧૦૩૦ પથારીની જરૂરીયાતની સામે એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા ખાતે કુલ ૧૩૦૦ પથારીની સુવિધા સાથે હોસ્પિટલ કાર્યરત છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત વજાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતુ કે આ શૈક્ષણિક હોસ્પિટલ ખાતે સ્નાતક કક્ષાની- ૨૫૦ અને અનુસ્નાતક કક્ષાની- ૧૮૪ બેઠકો ઉપલબ્ધ છે. દર વર્ષે એમ.બી.બી.એસ.ના ૨૫૦ અને પી.જી.ના ૧૮૪ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે હોસ્પિટલ ખાતે દર્દીઓને પણ દર્દીલક્ષી સેવાઓ આપતા હોય છે. તેમજ વર્કલોડ તથા પી.જી. બેઠકોને ધ્યાને લઈ એસ.એસ.જી. હોસ્પિટલ સંલગ્ન મેડીકલ કોલેજ વડોદરા ખાતે ધારા ધોરણો મુજબ શૈક્ષણિક સંવર્ગની કુલ ૩૦૭ જગ્યાઓનું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે.

કેન્દ્રમાંથી પ્રિ-કોશન ડોઝ માટે કોવેક્સિનના ૫૧.૭૩ લાખ ડોઝ મળ્યા
ગાંધીનગર: રાજ્યમાં ૮ મહિનામાં પ્રિ-કોશન ડોઝ માટે કોવેક્સિનના કેન્દ્ર સરકાર દ્વારા ૫૧.૭૩ લાખ ડોઝ ગુજરાતમાં ઉપલબ્ધ કરાયા છે. રાજ્યમાં હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિનના મળીને કુલ ૨૫ હજાર ડોઝ કોલ્ડ સ્ટોરેજ મા સુરક્ષિત છે જેને ૩૧-૩-૨૦૨૧ સુધીમાં સફળ રસીકરણ દ્વારા લોકોને ઉપલબ્ધ કરાવીને કોરોના સામે સુરક્ષિત કરવામાં આવશે, તેવું વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,

તા. ૨૬.૦૨.૨૦૨૩ ની સ્થિતિએ ગુજરાત રાજ્યને કુલ ૯,૪૫,૯૫,૪૦૦ ડોઝ કોવિશિલ્ડ, ૧,૮૬,૧૬,૩૭૦ ડોઝ કોવેકસીન અને ૪૩,૨૧,૫૦૦ ડોઝ કોર્બેવેક્શ મળીને કુલ ૧૧,૭૫,૩૩,૨૭૦ ડોઝ કોવિડ-૧૯રસીના મળ્યા છે.

Most Popular

To Top