Gujarat

રાજ્યમાં સરકારી પોલીટેકનીક કોલેજોમાં ખાલી જગ્યાઓ વહીવટી અનુકુળતાએ ભરાશે, મંત્રીનો સરકારી જવાબ

ગાંધીનગર: રાજ્ય પોલીટેકનીક કોલેજોમાં (Polytechnic Colleges) મંજૂર મહેકમ અને ખાલી જગ્યાઓ અંગે વિધાનસભામાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પ્રશ્નના લેખિત જવાબમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં પોલીટેકનીક કોલેજોમાં વર્ગ-૧ ની ૫૦ ટકા, વર્ગ-૨ ની ૧૦ ટકા અને વર્ગ-૩ ની ૭૦ ટકા જગ્યાઓ ખાલી છે. જ્યારે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજમાં વર્ગ-૧ ની ૬૦ ટકા, વર્ગ-૨ ની ૧૨ ટકા, વર્ગ-૩ ની ૭૦ ટકા અને વર્ગ-૪ ની ૮૦ ટકા જગ્યાઓ ખાલી છે.

જ્યારે મોઢવાડિયાએ આ ખાલી જગ્યાઓ ક્યારે ભરાશે તે અંગે પ્રશ્ન કર્યો ત્યારે મંત્રીએ કોઈ ચોક્કસ જવાબ આપવાની જગ્યાએ વહીવટી અનુકુળતાએ જગ્યાએ ભરાશે તેમ કહ્યું હતું.

Most Popular

To Top