World

સૌર તોફાન દરમિયાન આગ ઓકતો સૂર્ય કેવો દેખાય છે? ઈસરોએ લીધેલી તસવીરોમાં જુઓ…

નવી દિલ્હી: 50 વર્ષના ઈતિહાસનું સૌથી મોટું sએ ભયાનક સૌર તોફાન પૃથ્વીના માથે મંડરાઈ રહ્યું છે. સૂર્ય આગના ગોળા ઓકી રહ્યો છે. આગની જ્વાળાઓ સૂર્યમાંથી ઉઠી રહી છે. જે એટલી ભયાનક છે કે પૃથ્વીને તહસનહસ કરી શકે છે. સૌર તોફાન પહેલાં સૂર્યની ફરતે કેવું દ્રશ્ય સર્જાયું છે તેની ઈસરોના આદિત્ય એલ-1 સ્પેસક્રાફ્ટે તસવીરો ખેંચી છે.

ઈસરોના આદિત્ય એલ 1 સ્પેસક્રાફ્ટે સૂર્યમાંથી નીકળતા આગના ગોળાની ભયાનક તસવીરો લીધી છે. તે ભયાનક એક્સ ક્લાસની સૌર તરંગો છે. જેની અસર દુનિયાભરની ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ, સેટેલાઈટ, પાવર ગ્રિડ અને નેવિગેશન સિસ્ટમ પર પડી શકે છે.

સૂર્યએ પૃથ્વી તરફ એક વિશાળ અને સૌથી શક્તિશાળી સૌર તરંગ ફેંકયું છે. તે X 8.7 તીવ્રતાનો વિસ્ફોટ છે. પાછલા 50 વર્ષમાં પહેલીવાર સૂર્યમાંથી આટલા ભયાનક અને મજબૂત સૌર તરંગો નીકળ્યા છે. તે પણ તે જ જગ્યાએથી જ્યાંથી 11 મે અને 13 મે વચ્ચે બે વખત વિસ્ફોટ થયા હતા. ઈસરોના સૂર્યયાન એટલે કે આદિત્ય-એલ1 અવકાશયાનએ પણ આ સમયગાળા દરમિયાન સૂર્યમાંથી આવતા સૌર તરંગોને પકડ્યા હતા.

આદિત્ય-L1 એ 11 મેના રોજ X5.8 તીવ્રતાની એક તરંગ પકડ્યા હતા. ઈસરોના જણાવ્યા અનુસાર ભારત અને તેની આસપાસના વિસ્તારોને સૌર વાવાઝોડાની અસર થશે નહીં. મોટા ભાગે અમેરિકન અને પેસિફિક મહાસાગરના ઉપરના વિસ્તારોમાં સૌર તોફાનની અસર વર્તાશે. એટલું જ નહીં ચંદ્રયાન-2એ પણ આ વાવાઝોડાની તસવીરો લીધી છે.

ઈસરોના આ અવલોકનને નાસા દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. બીજી તરફ NOAAના સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટરે પણ 14 મે, 2024ના રોજ સૂર્યમાંથી નીકળતી ખતરનાક સૌર તરંગોનું અવલોકન કર્યું હતું. આવી લહેર છેલ્લી અડધી સદીમાં આવી ન હતી. આ કારણે પૃથ્વી પર રેડિયો બ્લેકઆઉટ થઈ શકે છે. ખાસ કરીને મેક્સિકો વિસ્તારમાં.

ચાર દિવસમાં ત્રણ મોટા ધડાકા, કેમ ગુસ્સે છે સૂરજ?
11 થી 14 મેની વચ્ચે સૂર્યમાં ચાર મોટા વિસ્ફોટ થયા. મોટે ભાગે એ જ સ્થળ પરથ જેના કારણે આ સપ્તાહના અંતે ભયંકર સૌર વાવાઝોડું આવ્યું હતું. સૂર્ય હજુ પણ ફૂટી રહ્યો છે. 10 મે, 2024 ના રોજ સૂર્યમાં એક સક્રિય સ્થળ દેખાયું. તેને AR3664 નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો. સૂર્યની એક લહેર ઝડપથી પૃથ્વી તરફ આવી. આ X5.8 વર્ગની સૌર તરંગ હતી.

આ તીવ્ર સૌર તરંગને કારણે પૃથ્વીના સૂર્યની સામેના ભાગમાં ઉચ્ચ આવર્તન રેડિયો સિગ્નલો ખોરવાઈ ગયા હતા. સૂર્ય પર જ્યાં એક મોટો સનસ્પોટ રચાયો છે તે જગ્યા પૃથ્વીની પહોળાઈ કરતાં 17 ગણી વધારે છે. સૂર્યની તીવ્ર સૌર તરંગોને કારણે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પ્રદેશનું વાતાવરણ સુપરચાર્જ થઈ ગયું. જેના કારણે સમગ્ર ઉત્તરી ગોળાર્ધમાં ઘણી જગ્યાએ ઉત્તરીય લાઇટ જોવા મળી હતી.

Most Popular

To Top