Vadodara

વડોદરા: શહેરમાં હાર્ટ એટેકને કારણે મોતનો સિલસિલો યથાવત

વડોદરા: સમગ્ર રાજ્ય સહિત વડોદરા (Vadodara) શહેરમાં પણ હાર્ટ એટેકના (Heart Attack) કારણે થતા મોતનો આંક વધતા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે વડોદરા શહેરમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત (Death) થયું હોવાની માહિતી મળી હતી. એસટી ડેપો પાસે રીક્ષા ચાલક અચાનક ઢળી પડતા એમ્બ્યુલન્સના (Ambulance) તબીબ દ્વારા હૃદય રોગના હુમલાથી મોત થયું હોવાની પૃષ્ટિ કરી હતી.

સમગ્ર રાજ્ય અને વડોદરામાં પણ હવે હાર્ટ એટેકના કારણે મોતનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટ એટેકના કારણે મોત થવાની ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.યુવાનોના અત્યંત ચિંતાજનક રીતે સાવ અચાનક કે જેમાં બચાવવા માટે સારવાર માટે થોડો સમય મળતો નથી.તેવા જીવ લેણ હાર્ટએટેકનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળ્યો હતો.વડોદરામાં હાર્ટ એટેક થી મોતની ઘટના બની હતી એસટી ડેપો પાસે રીક્ષા ચાલક અશોક રામનાનીનું એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

જેમાં રિક્ષામાં પેસેન્જર ભરવા માટે ઊભા રહેલા રીક્ષા ચાલક અશોક રામનામાનીને હાર્ટ અટેક આવ્યો હતો ઘટનાને લઈને સ્થળ પર લોકોના ટોળા ઉટી પડ્યા હતા.રાહદારીઓ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરાતા રીક્ષા ચાલકને ઇમર્જન્સી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો.ત્યારે એમ્બ્યુલન્સના તબીબે રીક્ષા ચાલકને મૃત જાહેર કર્યો હતો અને હૃદય રોગના હુમલાના કારણે તેનું મોત થયું હોવાની પૃષ્ટિ કરી હતી મહત્વની બાબત છે કે ચાલક રામનાની ખોડીયાર નગર નો રહીશ હોવાની માહિતી મળી હતી. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે નોંધનીય બાબતે છે કે વડોદરા શહેરમાં હાર્ટ એટેકના કારણે મોતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.Box

શાકભાજી લીધા બાદ ઘરે પરત ફરેલ મહિલાનું ગભરામણ થયા બાદ મોત :વાડી રંગમહાલ રોડ પર આવેલ ગીરી કુંજ ફ્લેટમાં રહેતા 39 વર્ષીય શિલ્પાબેન હરેશભાઈ પટણી શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે ગયા હતા.ત્યારબાદ ઘરે આવતા અચાનક તેઓને ગભરામણ થઈ હતી.પરિવારજનો દ્વારા તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા.જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Most Popular

To Top