SURAT

શોર્ટ કપડામાં સ્ક્રીનશોટ લઈ રાજસ્થાનના યુવકે અડાજણની યુવતીને બ્લેકમેઇલ કરી કર્યું આ કામ

સુરત: (Surat) મૂળ તાપી જિલ્લાની રહેવાસી અને અડાજણ ખાતે રહેતી યુવતીને રાજસ્થાનનો (Rajasthan) એક અજાણ્યો ઠગબાજ ભેટી ગયો હતો. સોશિયલ મીડિયાના (Social Media) સંપર્કથી મિત્રતા કેળવી યુવતીનો વિશ્વાસ જીતી વીડિયો કોલમાં શોર્ટ કપડાનામ સ્ક્રીનશોટ લીધા હતા. અને આ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી 3 હજાર પડાવ્યા હતા. બળજબરીથી યુવતીનો મોબાઇલ ફોન પણ પડાવી લીધો હતો. અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • રાજસ્થાનના યુવકે અડાજણની યુવતીને બ્લેકમેઇલ કરી 3 હજાર પડાવ્યા: શોર્ટ કપડામાં સ્ક્રીનશોટ લઈ લીધા હતા
  • વિડીયો કોલ ઉપર યુવતીના લીધેલાં સ્ક્રીન શોટ લઈ વાયરલ કરવાની ધમકી આપી 10 હજારની માંગણી કરી હતી

અડાજણ ખાતે રહેતી અને મુળ તાપી જિલ્લાની વતની 29 વર્ષીય યુવતી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે રાજસ્થાન જોધપુરના ચેતન બિસ્નોઈના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મિત્રતા થયા બાદ અવારનવાર વાતચીત થતી હતી. આ દરમિયાન ચેતને યુવતીને વાતોમાં ભોળવી વિડીયો કોલમાં શોર્ટ કપડામાં વાતચીત કરી હતી. આ દરમિયાન ચેતન યુવતીના શોર્ટ કપડા વાળા સ્ક્રીનશોટ પાડી લીધા હતા.

ત્યારબાદ તેણે વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી તેની પાસેથી 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી. યુવતીએ ગભરાઈને રૂપિયા 3 હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતા. એટલું જ નહીં પરંતુ યુવતીનો મોબાઇલ પણ બળજબરીથી કઢાવી લઇ ગયો હતો. જેથી આખરે આ મામલે યુવતીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેતન બિશ્નોઇ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top