Vadodara

EX-MLAની નેમ પ્લેટવાળી કારમાં સ્ટન્ટ કરનાર પાંચ સ્ટન્ટબાજો ડીટેઇન

વડોદરા: ખોડિયાનગરથી વૃંદાવન ચાર રસ્તા વચ્ચે EX MLA લખેલી નેમ પ્લેટ વાળી કાર (Car) પર સ્ટેન્ટ (Stunt) કરનાર ત્રણે સગીરો સહિત પાંંચ લોકોને બાપોદ પોલીસે (Police) ડીટેઇન (Detained) કર્યા છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ફુલ સ્પીડમાં કાર ચલાવી સ્ટન્ટનો વિડીયો વાઇરલ (Viral video) થયો હતો. અન્ય એક કાર તથા તેના ચાલકની શોધખોળ ચાલુ છે.

  • ખોડિયારનગરથી વૃંદાવન ચાર રસ્તા પર ફુલ સ્પીડમાં કાર ચલાવી સ્ન્ટ કર્યો હતો
  • બે દિવસ પહેલા અન્ય એક કાર સાથે બે કારના સ્ટન્ટ કરતા વીડિયો વાઇરલ થયા હતા

હાલમાં દરેક યુવાનોમાં સ્ટન્ટ કરવાનો જાણે એક પ્રકારનો કેઝ બની ગયો છે. તેમ લાગી રહ્યું છે. થોડા સમય અગાઉ દાંડિયા બજાર અકોટા બ્રિજ ખાતે પોતાના જીવ જોખમમાં નાખીની બાઇક પર સ્ટન્ટ કરનાર સ્ટન્ટ બાજોને ડીટેઇન કરીને સબક શીખવાડ્યો હતો. તેવી જ રીતે ફરી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિન નિમિત્તે ખોડિયારનગરથી વૃંદાવન તરફ જવાના રોડ રોડ પર એક કાર ચાલક પોતાના કાર ફુલી સ્પીડમાં ચલાવીને સ્ટન્ટ કરી રાહદારીઓના જીવન જોખમાય તેરી ચલાવતો હોવાના વીડિયો વાઇરલ થયો હતો.

જેથી બાપોદ પોલીસે કારના નંબર પરથી માલિકને શોધતા સુભાનપુરા વિસ્તારમાં રહેતા માલિની નીખીલ કુમરા દેસાઇ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી પોલીસે ફૂટેજના આધારે કાર તથા તેમાં સ્ટન્ટ કરનાર ઓમ હિમાંશુ પંડ્યા (રહે. વિનાયક હાઇટ્સ સોમાતળાવ, વાઘોડિયા રોડ), દિપ દેવેશ ત્રિવેદી (રહે નિરાંત રેસિડેન્સી, ગુરુકુળ ચાર રસ્તા વાઘોડિયા રોડ ) અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોને ડીટેઇન કરાયા છે.આ કાર પર આરટીઓ રજી નં. જીજે 06 પીએલ 6500 હતો. આ કાર પર EX MLA લખેલી નેમ પ્લેટ પણ મળી આવી છે. જેની તપાસ ચાલુ છે જ્યારે વીડિયોમાં દેખાત અન્ય એક કાર તથા તેની ચાલકની શોધખોળ ચાલુ છે.

Most Popular

To Top