National

18 વર્ષથી મોટી ઉંમરના લોકો આ તારીખથી કરાવી શકશે કોરોના રસી માટે કોવિન એપ પર રજિસ્ટ્રેશન

દેશમાં રસી (Vaccine) આપવાનુ અભિયાન 16 નવેમ્બરથી શરુ થયુ હતુ.સરકારે તો હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાની અને વિદેશની રસી ઓપન માર્કેટમાં પણ વેચવાની યોજના બનાવી હોવાથી દેશમાં રસીકરણ અભિયાન ઝડપી બનશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી મૂકાવવા માટે 24 એપ્રિલથી (April) કોવિન એપ (CoWin App) પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 1 મેથી રસીકરણ શરૂ થશે. 

સરકારે રસીકરણ પ્રક્રિયામાં ઝડપ લાવવાનો નિર્ણય કર્યો છે. 1 મેથી કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થશે અને આ દિવસે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોરોના રસી આપવામાં આવશે. રસીકરણમાં સરકારી હેલ્થ સેન્ટર્સની સાથે સાથે પ્રાઈવેટ હોસ્પિટલ્સ પણ સામેલ કરવામાં આવી છે. એટલે કે તમને તમારી પસંદના સેન્ટર પર જઈને રસી મૂકાવવાનો વિકલ્પ મળશે. 24 એપ્રિલથી આ માટે કોવિન (CoWin) એપ રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. એટલે કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ 24 એપ્રિલથી રસી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. કોરોના રસી માટેના રજિસ્ટ્રેશન માટે નવી લાઈન આગામી 48 કલાકમાં CoWin પ્લેટફોર્મ પર ખુલી જશે.

સરકારે તો હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાની અને વિદેશની રસી ઓપન માર્કેટમાં પણ વેચવાની યોજના બનાવી હોવાથી દેશમાં રસીકરણ અભિયાન ઝડપી બનશે. સરકારે તો સાડા ત્રણ મહિનામાં દેશના તમામ લોકોનુ રસીકરણ કરવાની મહત્વાકાંક્ષી યોજના પર પણ તૈયારી શરુ કરી છે.  આ દરમિયાન કેટલાક રાજ્યોએ ફ્રી રસી આપવાની જાહેરાત કરી છે.

GTUની વિન્ટર-2021 એક્ઝામના ફોર્મ ભરવા પહેલા વેક્સિન લેવી ફરજિયાત

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ વિન્ટર 2021ના એક્ઝામ માટે ફોર્મ ભરવા માટે વેક્સિનેશનને ફરજિયાત કરી દીધું છે. વેક્સિન લીધી હશે તે જ વિદ્યાર્થી પરીક્ષાના ફોર્મ ભરી શકશે. આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ કે જે 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે. આ સંદર્ભે જીટીયુ‌ કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુમાં મોટા પ્રમાણમાં યુવા વિદ્યાર્થીઓની સંખ્યા છે. કોવિડ-19ના સમયમાં તેમનું સ્વાસ્થ્ય જળવાય રહે અને અભ્યાસમાં પણ કોઈ પ્રકારની હાનિ ના થાય તે હેતુસર, વિદ્યાર્થીના હિતને કેન્દ્ર સ્થાને રાખીને આ નિર્ણય લેવાયો છે. 

Most Popular

To Top