SURAT

યુપી ગયેલા ઉધનાના પરિવારના પાડોશીઓને એવી તે શું શંકા ગઇ કે વીડિયો કોલ કરવો પડ્યો

સુરત : ઉધનામાં (Udhna) રહેતી આધેડ મહિલા (Women) તેના ભાઇની (Brother) તબિયત (Health) જાણવા માટે પરિવારની (Family) સાથે વતન યુપીમાં ગઇ હતી, ત્યારે તેના ઘરને નિશાન બનાવીને અજાણ્યા તસ્કરો ઘરમાંથી રોકડા રૂા.40 હજાર સહિત કુલ્લે રૂા.1.78 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે મહિલાના પાડોશીઓએ તેણીને વીડિયો કોલ (Video Call) કરીને જાણકારી આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ યુપીના કનોજ જિલ્લાના સિગનપુર ગામના વતની અને સુરતમાં ઉધના પટેલનગર પાસે ઓમશ્રી સાંઇ જલારામ નગરમાં રહેતા સદાપ્યારી જગવીર યાદવ (ઉ.વ.55) ઘરકામ કરે છે. એક મહિના પહેલા તેમના ભાઇની તબિયત ખરાબ હોવાથી સદાપ્યારી અને તેમનો પરિવાર વતન યુપીમાં ગયો હતો. થોડા દિવસની સારવાર બાદ સદાપ્યારીબેનના ભાઇનું અવસાન થયું હતું.

અંતિમવિધિ સહિતની વિધિઓ કરવા માટે સદાપ્યારીબહેન અને તેમનો પરિવાર અંદાજીત એક મહિના જેટલો સમય વતનમાં જ રોકાયા હતા. આ દરમિયાન અજાણ્યાઓએ તકનો લાભ લઇને ઘરનો નકૂચો તોડીને ઘરના કબાટમાંથી સોનાની વીંટી, ચેઇન, મંગળસૂત્ર તેમજ દાગીના અને રોકડા રૂા.40 હજાર મળી કુલ્લે રૂા.1.78 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

બનાવ અંગે પાડોશીઓએ સદાપ્યારીબેનને ફોન કરીને જાણ કરી હતી. પરંતુ તેઓને વિશ્વાસ નહીં આવતા સદાપ્યારીબેનએ વીડિયો કોલ કરવા માટે કહ્યું હતું. પાડોશીઓએ વીડિયો કોલ કરીને સદાપ્યારી બહેનના દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં બતાવતા તેઓને ચોરી થયાની શંકા ગઇ હતી. ભાઇના મૃત્યુની અંતિમવિધી પુરી કરીને સુરત આવેલા સદાપ્યારીબેને ઉધના પોલીસમાં રૂા.1.78 લાખની મતાની ચોરીની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પાલ પાસે હિરા દલાલના ગળામાંથી એક લાખની સોનાની ચેઇન તોડાઇ
સુરત : પાલ અડાજણ ખાતે ગેલેક્ષી સર્કલ પાસે ચાલવા નીકળેલા હિરા દલાલના ગળામાંથી બે સ્નેચરો 1 લાખના કિંમતની સોનાની ચેઈન ખેંચી ભાગી ગયા હોવાની ફરિયાદ અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પાલ અડાજણ ખાતે સિદ્ધશીલા રેસીડેન્સીમાં રહેતા 30 વર્ષીય ચિરાગભાઈ યોગેશભાઈ શાહ હીરા દલાલીનું કામ કરે છે. ગત 21 જુને રાત્રે તેઓ ઘર પાસે ચાલવા માટે નીકળ્યા હતા. તેઓ ચાલતા ચાલતા ગેલેક્ષી સર્કલ પાસે આવ્યા ત્યારે બાઈક ઉપર બે અજાણ્યા આવ્યા હતા. તેમની પાસે આવીને બાઈક ધીમી પાડી બાદમાં તેમના ગળામાં રહેલી સોનાની બે તોલાની આશરે 1 લાખના કિમતની ચેઈન આંચકી ભાગી ગયા હતા. આ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top